ગતરોજ રાત્રીના સમયે નિકોરા ગામની સીમમાં ધનજીપટેલ પોતાના ખેતરમાં જઈ રહ્યા હતા તે દરમિયાન અજગર હોવાનું માલુમ પડી આવ્યું હતું. ત્યારબાદ તેઓએ ફ્રેન્ડસ અોફ અેનિમલની ટીમને જાણ કરતા સમગ્ર ટીમનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ત્યાં તેઓને ઇન્ડીયન રોક પાયથોન પ્રજાતિનો અજગર જોવા મળ્યો હતો. આ અજગરનું વજન આશરે 15 કી.ગ્રા. તેમજ તેની લંબાઈ 10 ફૂટ લાંબી હોવાનું માલુમ પડ્યું હતું. પ્રાથમિક તબક્કે જોતા અજગરે સસલા જેવા કોઇ પ્રણીનો આહાર કર્યો હોવાનું પણ જણાઈ આવ્યું હતું. ત્યારબાદ ટિમ દ્વારા વનવિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કરી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલ છે. જરૂરી ચેકઅપ બાદ અજગરને તેના નૈસર્ગીક વાતાવરણમાં મુક્ત કરવામા આવશે.
Advertisement