ગોધરા, રાજુ સોલંકી,
પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલુકાના રાણીપુરા ગામે દામાવાવ પોલીસે બાઈક ઉપર લઈ જવાતો રુપિયા 43,200 રુપિયાની કિમંતનો વિદેશી દારુનો જથ્થા સાથે એક ઈસમને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.
પંચમહાલ જીલ્લામા દિવાળી આવતા વિદેશીદારુના બુટલેગરો સક્રિય બની જતા હોય છે. દિવાળીમા સારી એવી કમાણી કરી લેવા નીતનવા પેતરા પણ અપનાવતા હોયછે. પરંતુ આવા પેતરાઓને દામાવાવ પોલીસ મથકના પીએસઆઈ જી.જે.રાવત અને તેમની ટીમે નિષ્ફળ બનાવ્યા છે.દામાવાવ પોલીસ મથકના પીએસઆઈ જી.જે રાવત અનેતેમની ટીમ પેટ્રોલિંગમા હતા ત્યારે તે વખતે બાતમી મળી હતી કે ખીલોડી ગામેથી રાણીપુરા ગામ પાસે કાચા રસ્તે ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો પસાર થનાર છે.આથી રસ્તા પર વોચ ગોઠવીને પોલીસે બાઈક ઉપર કંતાનના કોથળામા લઈ જતા બે ઈસમોને રોકવાનો પ્રયત્ન કર્યા હતા પણ ભાગવાનો પ્રયત્ન કરતા બે ઈસમો પૈકી એક ઈસમ રમણભાઈ સુરસિંગભાઈ બારીયા રહે સીમલીયા તા. ઘોઘંબા જી પંચમહાલ ને પકડી પાડ્યો હતો. અને તેની સાથેનો એક ઈસમ રગીંતભાઈ ભારતભાઈ બારીયા ફરાર થઈ ગયો હતો.બાઈક ઉપર કંતાનના કોથળામા મુકી રાખેલા દારુના જથ્થા રુપિયા 43,200 રુપિયાનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં આ દારુનો જથ્થો દિનેશ કુમાર રતનસિહ પટેલે ભરી આપ્યો હોવાની વિગતો સામે આવતા તેના સામે પણ ગુનો નોધવામા આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દામાવાવ પોલીસ મથકના પીએસઆઈ જી.જે.રાવત દ્વારા અગાઉ પણ વિદેશી દારુની હેરાફેરી કરનારા બુટલેગરો ઉપર સંકજો કસવામા આવતા ભારે ફફડાટ બુટલેગરોમાં ફેલાઈ ગયો છે.