રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઝડપી ઉકેલ માટે ભરૂચ નગરપાલિકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો માટે આવકના દાખલા, જાતિના દાખલા, આધારકાર્ડ, રાશન કાર્ડની અરજીઓ, માં અમૃતમ કાર્ડ, વાત્સલ્ય કાર્ડ, જિલ્લા ઉદ્યોગકેન્દ્રની યોજનાઓ, વિધવા સહાય, વૃદ્ધ સહાય તેમજ સરકારની વિવધ સહાયરૂપી યોજનાઓનો એક જ સ્થળેથી લોકોને સીધો લાભ મળે તે હેતુથી આજરોજ ભરુચના લાલબજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે નગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૧૦ અને ૧૧ના સ્થાનિક રહીશો માટેનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા, ચીફ ઓફિસર સંજય સોની, મારુતિસિંહ અટોદરિયા, રાજેશ ચૌહાણ, અંબાબેન પરીખ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement