ગોધરા, રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લામાં દિવાળીની ગણતરીના દિવસો બાકી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં બુટલેગરો સક્રિય બન્યાં છે અને વિદેશી શરાબનો જથ્થો સંગ્રહ કરવા લાગ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના રેન્જ આઈજીપી મનોજ શશીધર અને જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટીલ એ જિલ્લામાં થતી વિદેશી શરાબની હેરાફેરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે દામાવાંવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ જી જે રાવત ને સૂચના આપવામાં આવી હતી જેથી દામાવાંવ પોલીસના પીએસઆઇ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે
ઘોઘબા તાલુકાના પાદરડી ઝાબકૂવા ગામે રહેણાંક મકાન માંથી વિદેશી શરાબનો જથ્થો છુપાવી રાખ્યો છે જેથી બાતમી અનુસાર રહેણાંક મકાન માંથી ૮૫૫૦૦ નો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દામાવાંવ પોલીસના પીએસઆઇ જી જે રાવત પાસેથી મળતી માહિતી અનુસાર ઘોઘબા તાલુકાના પાદરડી ઝાબકૂવા ગામે રહેણાંક મકાન માં વિદેશી શરાબનો જથ્થો છુપાવી રાખ્યાની બાતમી મળી હતી જેથી બાતમી મુજબ ઘોઘબા તાલુકાના પાદરડી ઝાબકૂવા ગામે રગીતભાઈ પ્રવિણભાઈ બારિયાના રહેણાંક મકાનની પાછળ આવેલ ઢોર બાંધવાની જગ્યાએ એક કોથડાંમાંથી વિદેશી શરાબની બોટલ નંગ ૨૮૫ જેની કિમત ૮૫૫૦૦ રૂપિયા ના મુદ્દામાલ સાથે એક ની અટકાયત કરી વધારે તપાસ હાથ ધરેલ છે