સૌજન્ય/અમદાવાદ: પુષ્યનક્ષત્રના દિવસે રાજ્યભરમાં સોનાનું સરેરાશ વેચાણ 200થી 225 કિલો અને ચાંદીનું સરેરાશ વેચાણ 400 કિલો થયાનો અંદાજ છે, જેમાં અમદાવાદમાં સરેરાશ 125 કિલો સોનું અને 200 કિલો ચાંદીનું વેચાણ થયું છે. સેફહેવન અને ધાર્મિક મહત્ત્વને કારણે સોનાની ખરીદી મોટા પાયે થતી હોય છે. ગયા વર્ષની સરખામણીએ સોનાની કિંમત સરેરાશ 10 ગ્રામદીઠ 3000 વધીને રૂ. 32,800 રહી છે. જ્યારે ચાંદીની કિંમત બુધવારે રૂ. 38,800 હતી. બીડી જ્વેલર્સના અશોક ચોકસીએ કહ્યું કે, જ્વેલર્સ દ્વારા ડિસ્કાઉન્ટ ઓફર અપાઈ હોવા છતાં વેપાર 20 ટકા સુધી ઘટ્યો છે.
Advertisement