સૌજન્ય/અમદાવાદ: શહેરને સ્વચ્છતામાં ટોપટેનમાં લાવવા મ્યુનિ.એ મરણિયા પ્રયાસો હાથ ધર્યા છે. હવે જાહેરમાં કોઈ પણ સ્થળે પેશાબ કરતા લોકોને પકડી તેમને દંડ કરવાની ઝુંબેશ સોલીડ વેસ્ટ વિભાગે હાથ ધરી છે. સોમવારે 8 વ્યકિતને રૂા.100 લેખે 800નો દંડ ફટકાર્યો છે.
જાહેરમાં ગંદકી કરનારા સામે આજથી ઝુંબેશ શરૂ કરાશે
બહેરામપુરા, વટવા, ચાંદલોડીયા અને ઈન્દ્રપુરી વોર્ડમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી અને મંગળવારથી વધુ વિસ્તારોમાં આ ઝુંબેશ સઘન બનાવવામાં આવશે. શહેરમાં જે સ્થળેથી કચરાના મોટા કન્ટેનરો હટાવી લેવામાં આવ્યા હતા ત્યાં નાની કચરાની સિલ્વર ટ્રોલી મૂકવામાં આવી છે. આના ચેકીંગ માટે મ્યુનિ.ની એક ટીમ આજે બહેરામપુરા વિસ્તારમાં ગઈ હતી ત્યાં જ એક વ્યકિત જાહેરમાં પેશાબ કરતા હતા. સૌ પ્રથમ મ્યુનિ.ની ટીમ દ્વારા તેનો મોબાઈલમાં ફોટો પાડી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમની પાસેથી રૂા.100નો દંડ માંગવામાં આવ્યો હતો. તેમણે રકઝક કરતા મ્યુનિ.અધિકારીએ પેશાબ કરતો ફોટો બતાવ્યો હતો. આ જોતા જ તેમણે કંઈ પણ કહ્યા વિના રૂા.100 આપી દીધા હતા. આ પછી આ પ્રકારની કાર્યવાહી અન્ય સ્થળોએ પણ કરવામાં આવી હતી.