સૌજન્ય/અમદાવાદ: વસ્ત્રાપુર માનસી ચારરસ્તા નજીક પાયલ ફ્લેટની પાસે મ્યુિન.ના પમ્પિંગ સ્ટેશનમાંથી અચાનક ક્લોરિન ગેસ લીક થતાં અડધો કિલોમીટર સુધીના વિસ્તારના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. બે લોકોને ગેસની અસરથી હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે અડધો કલાક સુધી ટ્રાફિક બંધ કરી દીધો હતો. ફાયર વિભાગે મુખ્ય લાઈન બંધ કરી હતી
પોલીસે અડધો કલાક સુધી રોડ, ફાયરે ગેસ લાઈન બંધ કરી
વસ્ત્રાપુરમાં માનસી ટાવર પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પમ્પિંગ સ્ટેશનમાં સોમવારે રાતના સમયે ક્લોરિનના સિલિન્ડરનો વાલ્વ ખૂલી જતાં ગેસની પાઇપ છૂટ્ટી પડી જવાથી ક્લોરિન ગેસ હવામાં ફેલાતા આસપાસના વિસ્તારનાં રહીશોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. રહીશો રોડ પર દોડી આવ્યા હતા. સ્થાનિક રહીશે ફાયરને જાણ કરતા ફાયરની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર ટીમે ક્લોરિનની પાઇપ ફીટ કરી દેતા તેમજ મેઇન લાઇન બંધ કરી દેતા ક્લોરિન ગેસ ગેસ ઓછો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.