સૌજન્ય/વડોદરાઃ સરદાર પટેલની જન્મજયંતીએ 31મી ઓકટોબરના રોજ કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે. હવાઈ માર્ગે વડોદરા આવનાર વડાપ્રધાનને કેવડિયા ખાતે સ્થળ પર પહોંચવા કારનો ઉપયોગ કરવામાં આવશે. આ આઠ કારનો કાફલો સોમવારે વડોદરા રેલવે સ્ટેશન ખાતે ફિરોજપુર જનતા એકસપ્રેસ ટ્રેનમાં લાવવામાં આવ્યો હતો. રેલવે સ્ટેશનના એક નંબરના પ્લેટફોર્મ પર કારને જોવાની રેલવે મુસાફરોને તક મળી હતી. કેટલાક યુવાનોએ કારના કાફલાના ફોટા પણ પાડ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે કારના કાફલાની તમામ કારોને પોલીસ બંદોબસ્ત હેઠળ તેના નિયત સ્થળે લઈ જવામાં આવી હતી.
કારની વિશેષતા
1. કાફલામાં કુલ છ કાર છે. તેમાંથી અેક કાર પીએમની છે. સાથે તેવીજ ડુપ્લીકેટ પણ હોય છે
2. આ કારની કિંમત 10 કરોડથી વધારે છે. વજન 4 ટન જેટલું હોય છે.
3. 7 કિલોના બોમ્બ અને રોડ નજીક બોમ્બ બ્લાસ્ટ થાય તોપણ કારને કોઈ નુકસાન થતું નથી.
4. કારમાં પંકચર થયા બાદ પણ તે 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે.
5. ચાર ટનની કારમાં ઓકિસજન સાથેની પોતાની એરસર્કયુલેશન સિસ્ટમ છે.
6. આ કારની ફ્યૂએલ ટેન્ક બ્લાસ્ટ થતી નથી. આ કાર ગેસ પ્રુફ હોય છે એટલે કેમિકલ એક્ટમાં પણ સલામત રહે છે.