સ્ટેચ્યુ ઓફ યુનિટી નાં લોકાર્પણનો કાર્યક્રમ કેવડીયા ખાતે સરદાર જયંતી ના રોજ યોજાયો છે ત્યારે લોખંડી પુરુષ સરદાર પટેલ ના કેટલાક વંશજો નારાજ છે તે અંગે ના કારણો જણાવા રહ્યા એટલૂ જ નહી પરંતુ રાજપિપલા ના રાજવીઓ પણ આમત્રંણ ના મુદ્દે નારાજ થયા હોવાનૂ જાણવા મળેલ છે.સાથે જ સરદાર પટેલનુ જાણીતુ ગામ એવુ ભરૂચ જીલ્લાનાં આમોદ તાલુકાનું સરભાણ ગામનાં લોકો પણ કેવડીયા ખાતે નાં હાઇ પ્રોફાઇલ કાર્યક્રમ થી ખુશ જણાતા નથી તેના કારણો તપાસવાની કામગીરી પણ તંત્ર ની છે તે સાથે આદિવાસીઓ ના સમાજ માં આ પ્રસંગ અંગે આટલો બધો અણગયો કેમ છે તે અંગે નુ નિરાકરણ એટલુ જ થઇ પડ્યુ છે સરદાર પટેલ નાં વંશજો કદાચ એમ પણ માનતા હશે કે આ કાર્યક્રમ માં તેમનુ આગવુ સન્માન કરીને તાજેતર માં પટેલ સમાજ અંગે અને તેથી પટેલ અનામત આંદોલન પર પ્રભાવ પાડી અને તેનો રાજકીય લાભ પણ લેવાનો કારસો ધરાયો હોય તેવી લાગણીની અનુભુતી સરદાર પટેલનાં વંશજોને થઇ હોય તેવી ચર્ચઓ એ જોર પકડ્યુ છે……
તો બીજીતરફ સરદાર પટેલની જે-તે સમય ની યશસ્વી કામગીરી માં અને અખંડ દેશ ના નિરમાણમાં ગુજરાતનાં રાજવીઓ પોતાના રજવાડા આપી પહેલ કરી હતી.સમગ્ર રાજપુત સમાજ નાં યશસ્વી રાજવીઓ સરદાર પટેલની અખંડ ભારતની કલ્પના સાથે ખભે થી ખભા મિલાવી જોડાયા હતા તેવા રાજપુત સમાજના ખમિરવંતા ઇતિહાસ અને પ્રેરણા દાયક ઇતિહાસ ને પણ લોકો સુધી પહોચાડવા તંત્ર દ્વારા ખાસ પ્રયાસો થવા જોઇએ તેવી માંગ ઉભી થઇ છે…..