ભરૂચ અને નર્મદા જીલ્લામાં પોલીસ તંત્રનો લોખંડી પટેરો…..
વડાપ્રધાન મોદી ની સાથે સાથે લોકાર્પણ નાં પાટીયા સાચવવાની જવાબદારી પણ મહત્વની બની….
સરદાર જયંતી ના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ વડાપ્રધાન નરેંદ્ર મોદી ના હસ્તે કરવામાં આવશે.વિશ્વની સૌથી ઊચીં પ્રતિમા હોવાના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી મહિનાઓથી ચર્ચામાં હતી. પરંતુ જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ એક પછી એક વિવાદો અને પ્રકરણો ઉમેરાતા ગયા તેથી વધુ મા વધુ ચર્ચાઓ થવા લાગી હાલ સમગ્ર દેશમાં અને કેટલે અંશે કહિએ તો વિશ્વમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચર્ચા ચાલી રહી છે તેની વિશેષતા ઉપરાંત આદિવાસીઓ દ્રારા ઉભા કરાયેલ કેટલાક મુદ્દાથી પણ રાજકીય વાતાવરણ પણ ઘરમાયૂ છે તેવામાં આ કાર્યક્રમમાં પ્રચાર અંગે ભરૂચ અને નર્મદા જીલ્લામાં ઉભા કરાયેલ પાટીયા અને બેનરોની કેટલીક જગ્યાઓ માં તોડ ફોડ થતા બેનરો સાચવવાની જવાબદારી ઉભી થઇ એક અંદાજમુજબ હાલ એવો કે તા.૨૯\૧૦\૨૦૧૮ નાં રોજ ભરૂચ અને નર્મદા જીલ્લાના બેનરો સાચવવા માટે પોલિસ કર્મીઓ ની ફરજ ૨૪ કલાક કરી દેવાઇ છે એક બેનર સાચવવા ચાર કર્મચારીઓ રોકાય છે તેથી લોકોમાં તરેહ-તરેહની ચર્ચાઓ જોર પકડાયુ છે.બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પણ આદીવાસી સમાજ નાં ગુસ્સાને શાંત કરવા અને વિવાદોને સમેટવા પ્રયાસ કરવામાં આવે છે હાલ તુરંત આ ઉપાયો ને સફળતા પ્રાપ્ત થઇ નથી કેવડીયા પોલીસ છાવણમાં ફેરવાઇ ગયુ છે દર કલાકે પોલીસ એસ.આર.પી. તેમજ અન્ય કુમકોનાં જવાનો બંદોબસ્તમાં ઉમેરાતા જાય છે તેથી જ પોલીસ વાહનો પણ કેવડીયા ખાતે પડકાયા છે. પોલીસ અને નર્મદા જીલ્લામાં વહીવટીઅને પોલિસ તંત્ર ની કામગીરી કર્મચારીઓની ઘટના પગલે કપરી બની છે.ત્યારે વિશ્વના ખુણે-ખુણેથી મિડિયા કર્મીઓ પણ કેવડીયા આવી પોહચે તેવી સંભાવના નકારી શકાતી નથી આ બધાની વ્યવસ્થા કરવી એક ખુબ જ જટીલ કામ હોવાના પગલે રજ્યસ્તર અને કેંદ્ર સ્તર સચિવો પણ દિવસ રાત કામે લાગી ગયા છે હાલ તુરંતો સર્વત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ચર્ચા ચાલી રહી છે એનો રાજકીય લાભ કોને મળે છે તેતો મે ૨૦૧૯ માં યોજાનાર લોકસભાનીચુટણી નાં પરીણામો જ જણાવશે….