પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તીઓ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા હેઠળની સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહીબિશન તેમજ જુગાર ડ્રાઇવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા પ્રતિન ચોકડી પાસેથી મોટાપાયે ચાલતું જુગરધામ ઝડપી પાડવામાં આવ્યું હતું.
પોલીસ સુત્રીય માહિતી અનુસાર અંકલેશ્વરની નિલેશ ચોકડી પાસે આવેલ વી.જી. ફેશન લિમિટેડ કંપની નજીકથી જુગાર રમવાના સાધનો તેમજ અંગ ઝડતી તથા દાવ ઉપરની રોકડ રકમ કિંમત રૂપિયા 15,530/- તેમજ 8 નંગ મોબાઈલ કિંમત રૂપિયા 27,000/- સાથે કુલ કિંમત રૂપિયા 42,530/- સહિતના મુદ્દામાલ સાથે 8 જેટલા ઇસમોને ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળનો ગુન્હો નોંધી કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.