Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી, વલસાડ અને સુરતમાં ચોરી કરનાર 4 આરોપી ઝડપાયા

Share

 

સૌજન્ય/નવસારી જિલ્લા, વલસાડ તથા સુરત જિલ્લામાં ઠેકઠેકાણેથી ઘરફોડ ચોરી કરનારા 4 ઈસમોને નવસારી એસઓજીએ મળેલી બાતમીના આધારે વિજલપોરના શિવાજી ચોક પાસેથી પસાર થતી વેળાએ ઝડપી પાડ્યા હતા. આ 4 આરોપીઓ ચોરી કરવા ટવેરા, બાઈક, તાંબા-પિત્તળના વાસણો, લોખંડની પરાઈ મળી કુલ રૂ. 7.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisement

ચોરી માટે ટવેરામાં જતા, ચોરીના દાગીના ઉપર લોન મેળવી

આરોપીઓ બીલીમોરામાં 1, ચીખલીમાં 2, વલસાડમાં 1, સુરત રૂરલમાં 1, જલાલપોરમાં 1 મળી કુલ 6 ગુના ચોરીના નોંધાયા છે. ચોરી કરવા 5 લાખની ટવેરામાં જતા હતા અને રિક્ષા ખરીદી તેનો ઉપયોગ કરતા હતા. ચોરીના દાગીના ઉપર ગોલ્ડ લોન પણ લીધી હોવાની વિગતો મળી હતી. ચોરેલી સોનાની બુટ્ટી ચંપલના તળિયે મુકીને પોલીસને ચકમો આપવામાં એક વાર સફળ રહ્યા હતા.


Share

Related posts

આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ, 1995 માં ભારતમાં પહેલીવાર પોલીયોની રસી મુકાઇ

ProudOfGujarat

વાગરા તાલુકામાં આવેલા આલિયાબેટના મતદારો માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રથમવાર મતદાન મથક ઊભું કરાયું.

ProudOfGujarat

રિપીટર વિદ્યાર્થીઓ સાથે બોર્ડમાં આ વર્ષે 2 થી 3 લાખ વિદ્યાર્થીઓનો વધારો થશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!