પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તીઓ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક લગધિરસિંહ ઝાલા તથા પી.આઈ. ઝેન.એન.ધાસુરા વાલિયા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ વાલિયા પોલીસ સ્ટેશનના અ.હે.કો. જગદીશ પાંચાભાઈનાઓને મળેલ બાતમીના આધારે વિઠ્ઠલગામ, તા. વાલિયા રહેતા અને વિદેશી દારૂ વહેંચવાની પ્રવૃત્તિ કરતા પ્રદીપ કનુ વસાવા અને સુનિલ શાંતિલાલ વસાવાને પોતાની ઇકો ગાડી નં. GJ 16 BN 5925માં ગેરકાયદેસર વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયર ટીનના બોક્સ કુલ 22 નંગ તેમજ દારૂની બોટલ અને બિયરના ટીન નંગ 840 કિંમત રૂપિયા 84,000/- તેમજ ઇકો કાર કિંમત રૂપિયા 4,00,000/- મળી કુલ કિંમત રૂપિયા 4,84,000/-નો મુદ્દામાલ સહિત બન્ને ઇસમો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાનૂની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.