ગોધરા, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર અને અન્ય જગ્યાઓ પર ઠેરઠેર સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇને એકતા યાત્રાને લગતા લાગેલા પોસ્ટરમાંથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો ફોટો ગાયબ થતા રાજકીય વર્તુળોમાં બન્યો ચર્ચાનો વિષય બન્યો હતો
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન તેમજ તેમના વિચારો જનજન સૂધી પહોંચે તે માટે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એકતાયાત્રા સરદાર સરોવરના કટઆઉટસ તેમજ સરદાર સાહેબની પ્રતિમા, એલઇડી સ્કીનવાળા આધુનિક રથો બનાવામાં આવ્યાં છે. આ રથ ગામેગામ જઇને પ્રચાર પ્રસાર કરશે.
હાલ જિલ્લામાં વિવિધ આવેલા હાઇવે માર્ગો તેમજ ઠેરઠેર એકતાયાત્રાના પોસ્ટર્સ લાગ્યા છે. જેમાં વિવિધ પ્રવાસનધામોની લેખિત માહિતી ફોટા સાથે રજૂ કરવામાં આવી છે. આ સાથે સાથે પોસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ફોટો જોવા મળી રહ્યો છે, ત્યારે આ પોસ્ટરમાંથી નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલનો ફોટો ન દેખાતા પંચમહાલ જિલ્લાના રાજકીય વર્તુળોમાં પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે.
ગોધરા:એકતાયાત્રાના પોસ્ટરમાંથી નીતીન પટેલનો ફોટો જ ગાયબ ! રાજકીય વર્તુળોમાં ચર્ચા નો વિષય?
Advertisement