Proud of Gujarat
GujaratFeaturedINDIA

શિયાળે જ વડોદરામાં સંકટ : દિવાળીથી નર્મદા નિગમ પાસેથી પાણી ખરીદવું પડશે

Share

 

સૌજન્ય/વડોદરાઃ આર્થિક રીતે પાયમાલ થઇ ગયેલા પાલિકાને દિવાળીથી જ પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે અને નર્મદા નિગમ પાસેથી પાણીની ખરીદી કરવી પડશે તે સ્પષ્ટ થઇ ગયું છે.
આજવા જળાશયની સપાટી 208.20 ફુટે પહોંચતાં સર્જાયેલી સ્થિતિ
18 લાખની જનસંખ્યા માટે પાલિકા દરરોજ સરેરાશ 48 કરોડ લિટર પાણી મેળવી રહી છે પણ શહેરીજનોના ઘર સુધી 35 કરોડ લિટર પાણી પહોંચી રહ્યુ છે. સામાન્ય રીતે ઉનાળામાં દરરોજ 25 એમએલડી એટલે કે 2.5 કરોડ લિટર પાણીની માંગ વધતી હોય છે. હાલમાં ચોમાસુ પૂરુ થવા આડે દસ દિવસ પણ બાકી રહ્યા નથી ત્યારે પાણીનું સંકટ સર્જાયું છે. ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ વિસ્તારની ચાર લાખથી વધુ જનસંખ્યાને પાણી પૂરુ પાડતા આજવા જળાશયની સપાટી 208.20 ફુટે પહોંચી છે અને તેમાં 37012 મિલીયન લિટર પાણીનો સંગ્રહ છે.

Advertisement

પાલિકાએ સરદાર સરોવર નર્મદા નિગમના સત્તાધીશો સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો
આ સંજોગોમાં, આજવા જળાશયમાં નવેમ્બર મહિનાથી જ નર્મદાના નીર ઠાલવવા પડશે અને તેના માટે પાલિકાએ સરદાર સરોવર નર્મદા નિગમના સત્તાધીશો સાથે પત્રવ્યવહાર શરૂ કરી દીધો છે. તેવી જ રીતે, પશ્ચિમ વિસ્તારને પાણી પૂરુ પાડતા શેરખીની નર્મદા નહેરમાંથી પણ રોજનુ 75 એમએલડી પાણી એટલે કે 7.5 કરોડ લિટર પાણી લેવાઇ રહ્યુ છે અને તેમાં પણ વધારાનુ પાણી નવેમ્બર મહિનાથી લેવા માટે પાલિકાએ પણ મન મનાવી લીધુ છે. આ બંને જળસ્ત્રોતમાં નર્મદાના નીર ઠાલવવા માટે પાલિકાએ ટુંકા અને લાંબા ગાળાની જરૂરિયાતનો તાગ મેળવાયો છે.જેના માટે 1000 લિટર દીઠ રૂા.3.14ના ભાવ પાલિકાએ ચૂકવો પડશે.

151 દિવસ માટે રોજનું 3 કરોડ લિટર અને 153 દિવસ માટે રોજનુ 7.5 કરોડ લિટર પાણી લેવુ પડશે
પાલિકાના આયોજનમાં નવેમ્બર થી માર્ચ 2019 અને એપ્રિલ થી ઓગસ્ટ એમ બે ભાગ રાખવામાં આવ્યા છે. જેમાં આજવા સરોવરમાં રામપુરા પાસે આવેલા નર્મદા આધારિત કેનાલમાંથી નવેમ્બર 2018થી માર્ચ 2019 સુધી રોજનુ 25 એમએલડી એટલે કે 2.5 કરોડ લિટર પાણીની જરૂરિયાત બતાવવામાં આવી છે. જયારે ઉનાળામાં એપ્રિલથી ઓગસ્ટ 2019 સુધી રોજનુ 60 એમએલડી એટલે કે 6 કરોડ લિટર પાણી નર્મદામાંથી લેવુ પડશે. તેવી જ રીતે શેરખી ખાતે આવેલ નર્મદા નહેર આધારિત ઇન્ટેકમાંથી નવેમ્બરથી માર્ચ મહિના સુધી રોજનુ 5 એમએલડી(50 લાખ લિટર) અને એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં રોજનુ 15 એમએલડી(1.5 કરોડ લિટર) પાણી લેવાનો વારો આવશે. આમ, 151 દિવસ સુધી રોજનુ 3 કરોડ લિટર અને 153 દિવસ સુધી રોજનુ 7.5 કરોડ લિટર પાણી નર્મદા નિગમ પાસેથી ખરીદવુ પડશે.
પાણી માટે 5 કરોડનો પાલિકા પર બોજો પડશે
નર્મદા નિગમ પાસેથી 50 લાખ લિટરથી લઇને 6 કરોડ લિટર રોજનુ લેવાની પાલિકાએ તૈયારી બતાવી છે. આ સંજોગોમાં પાલિકાએ પાણીની ખરીદી માટે નર્મદા નિગમને 5 કરોડ રૂપિયાનુ બિલ ચૂકવવુ પડશે. 1000 લિટરના રૂા.3.14 મુજબ પાણીની ખરીદી કરવી પડશે અને તે મુજબ નવેમ્બર થી માર્ચ સુધીના પાંચ મહિના માટે રોજના રૂા.94200 મુજબ 153 દિવસ માટે રૂા.1.42 કરોડનુ બિલ આવશે. જયારે એપ્રિલથી ઓગસ્ટ સુધીના પાંચ મહિના માટે રોજના 2.35 લાખ મુજબ 151 દિવસ માટે 3.60 કરોડનુ બિલ પાલિકાને ચૂકવવુ પડશે. આ સિવાય પાણી માટે એડવાન્સમાં બિલ જેટલી જ રકમ ડીપોઝીટ મૂકવી પડશે.


Share

Related posts

માંગરોળ : દારૂના ગુનામાં સંડોવાયેલ ઝંખવાવ ગામનાં આરોપીને એસ.ઓ.જી એ ઝડપી લીધો.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાના શોપિંગમાં જ સરકારી તંત્રની ગાઇડલાઇનના ઉડયા ધજાગરા !

ProudOfGujarat

સાગબારા તાલુકાના કોડબા ગામ પાસે બે ટ્રેલર અને ટેમ્પા વચ્ચે અકસ્માત..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!