અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે થયેલ મૂળ યુ પી ના ઈસમ ની હત્યા નો ભેદ રૂરલ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢી મોટી સફળતા પ્રાપ્ત કરી હતી..જેમાં રૂપિયા વાપરવા જેવી નજીવી બાબતે સમગ્ર હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની સનસનાટી ભરી વિગતો સામે આવીી હતી…
અંકલેશ્વરના સંજાલી ગામ ના તળાવ નજીક આવેલ ખેતર માંથી ગત ૨૧ તારીખના રોજ એક અજાણ્યા ઈસમ નો અર્ધનગ્ન ઇજાગ્રસ્ત હાલત માં મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..
અંકલેશ્વર રૂરલ પોલીસે પ્રથમ તો હત્યા અંગે નો ગુનો નોંધી તપાસ હાથધરી હતી.જેમાં મૃતક ઈસમ મૂળ યુ.પી નો મીથીલેશ પાલ નામનો હોવાનું પોલીસ તપાસ માં જાણવા મળ્યું હતું.અને હાલ અંકલેશ્વરમાં મંજૂરી કરી રહેતો હતો..જેની રૂપિયા વાપરવા જેવી નજીવી બાબતે તેના જ મિત્રો દ્વારા માથામાં તથા છાતીમાં અને હાથમાં તેમજ શરીર ના અન્ય ભાગોમાં લાકડાના ટુકડા તેમજ કમર ના પટ્ટા થી મારમારી આ ઈસમ નું મોત નીપજાવી તેને અર્ધ નગ્ન હાલત માં ખેતર માં છોડી ભાગી ગયા હોવાની સનસનાટી ભરી વિગતો સામે આવી હતી..
હાલ સમગ્ર મામલે પોલીસે હત્યામાં સામેલ મોહમ્મદ ઇમરાન શાબિરઅલી શેખ ઉ.વ ૨૨ રહે મહારાજા નગર કોઈ પણ જગ્યા એ સંજાલી અંકલેશ્વર મૂળ રહે.આરામ પુર .ઘોસ. ફતેહપુરા યુ.પી નાઓને ઝડપી પાડી સમગ્ર હત્યા ના ભેદ ને ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો હતો..તેમજ અન્ય ઇસમોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા..
અંકલેશ્વર માં મંજૂરી કામ કરી કોઈ પણ જગ્યા એ આશરો લઈને રહેતા પરપ્રાંતીય ઈસમો વચ્ચે સર્જાયેલા સામાન્ય બાબત ના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લઇ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાની સનસનાટી ભરી વિગતો સમગ્ર પ્રકરણ માં સામે આવી હતી.હાલ તો પોલીસે ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે..