ભરૂચ તાલુકાના દયાદરા ગામમાં રોજબરોજ ખેત કામ કરી પોતાનું પેટિયું રડતા કુલ ૪૪ જેટલા પુરુષ અને મહિલાઓ સાથે છેતરપીંડી થઈ હોવાનું સામે આવ્યું છે. ગામમાં જ રહેતી યાસ્મીન આરીફ પટેલ (પાનોલીવાલા)એ પોતાની હમદર્દી જતાવી ગામ લોકોને જણાવ્યું કે તમે બધા મહિલા ગ્રુપ બનાવો જેમાં લઘુ ઉદ્યોગ માટે બેન્ક ઓફ બરોડા, દયાદરા શાખામાંથી ૩૦ થી ૪૦ હજારની લોન મેળવી અપાવીશ. ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ જેવા જરૂરી પુરાવાઓ મેળવી ત્રણ બેન્કમાં ઓળખાણ હોવાનું જણાવી તમામ ૪૪ લોકોને વિશ્વાસમાં લઈ લોન મેળવી આપવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. લઘુ ઉદ્યોગના વ્યવસાય માટે લોન પેટે મળવાની રકમ હાલ સુધી નહિ મળતા તેના બેન્ક દ્વારા માસિક હપ્તાઓ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. જેની રિકવરી માટે ગામલોકોને બેન્કના કર્મચારીઓ દ્વારા વારંવાર ધાક ધમકી આપી હેરાન પરેશાન કરવામાં આવે છે. સાથે સાથે જણાંવામાં આવે છે કે લોનના હપ્તા નહીં ભરો તો તમારું મકાન સીલ કરવામાં આવશે. ગામ લોકોને અહેસાસ થયો કે પોતાના સાથે છેતરપીંડી થઈ છે ત્યાર બાદ ગામલોકોએ યાસ્મીન પટેલનો સંપર્ક કરવામાં આવતા તેઓ આશરે ૩૫ લાખ રૂપિયાનું કૌભાંડ કરી વિદેશ ચાલ્યા જવાના હોવાની બાતમી સાંભળવામાં આવી હતી. જેના ભાગરૂપે આજરોજ દયાદરા ગામના ૪૪ જેટલા પુરુષ અને મહિલાઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પોતાની સાથે થયેલ છેતરપીંડી બાબતે તેઓને ન્યાય મળે તે માટે આવેદન પત્ર પાઠવી યોગ્ય નિકાલ આવે તેવી માંગણી વ્યક્ત કરી છે.
ભરૂચના દયાદરા ગામમાં મહિલા ગ્રુપ બનાવી લઘુ ઉદ્યોગ માટે લોન આપવાની લોભ લાલચ આપી કુલ ૪૪ જેટલા લોકો સાથે છેતરપીંડી થઈ હોવાથી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું.
Advertisement