સૌજન્ય/વડોદરા: કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને સોમવારે શહેરના ફતેંગજ,માંજલપુર વિસ્તારમાં આવેલા બીગ બઝાર, તરસાલીમાં આવેલ બંસલ મોલ,ગૌત્રી વિસ્તારમાં આવેલ ઓશીયા સુપર માર્કેટમાંથી લોટ, ઘી,સૂકામેવા,ચોકલેટ,મુખવાસના નમૂના લીધી હતા.
ગત શનિવારથી જ પાલિકાની આરોગ્યા શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં દિવાળીને અનુલક્ષીને વિવિધ વિસ્તારોમાં ખોપારાકના નમૂના લેવાની તજવીજ હીથ ધરી છે. આરોગ્ય વિભાગની ટીમોએ ગત શનિવારે હાથ ધરેલી કાર્યવાહીમાં મીઠાઇ,ફરસાણ અને પ્રોવીઝન સ્ટોર ખાતે ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં નિઝામપુરા,આર.વી.દેસાઇ રોડ,મકરપુરાજીઆઇડીસી,હરણી રોડ,સયાજીગંજ અને વાઘોડીયા રોડ વિસ્તારમાં તપાસ કરીને નમૂના લીધા હતા. ખાદ્ય પદાર્થોના જે નમૂના લેવામાં આવ્યા હતા તે તપાસ અર્થે સરકારી લેબોરીટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
સોમવારે પાલિકાની આરોગ્ય શાખાની ટીમે તપાસને આગળ ધપાવતા ફતેંગજ, ગોત્રી, માંજલપુર, તરસાલી વિસ્તારોમાં આવેલા સુપર માર્કેટોમાં ખોરાકના નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગોત્રી વિસ્તારમાં આવેલા ઓશીયા સુપર માર્કેટમાંથી બેસન,મરચાના પાવડરના નમૂના લીધા હતા,માંજલપુર ઇવા મોલમાં આવેલ બીગ બઝારમાંથી પંતાજલી ઘી,બેસનના નમૂના લીધા હતા,ફતેંગજ બીગ બજારમાંથી ચોકલેટ,મુખવાસના નમૂના લેવામાં આવ્યા હતા,તરસાલી ખાતે આવેલ બંસલ સુપર માર્કેટમાંથી અંજીર અને મઠીયાના નમૂના લેવામાં આવ્યા હતા. તમામ નમૂનાઓ સરકારી લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. દિવાળી સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ ચેકીંગ કરશે.
વડોદરાની બિગ બઝાર,બંસલ,ઓશિયા સુપર માર્કેટમાંથી ઘી સહિતના નમૂના લેવાયા
Advertisement