સૌજન્ય/ઝઘડીયા: સરદાર રવલ્લભભાઇ પટેલ દેશના નેતા હતા તેમનું સ્ટેચ્યું દિલ્હીમાં બનવું જોઇએ તેવી માંગ ઝઘડીયાના બીટીપીના ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ કરી છે. આદિવાસીઓની જમીનો જશે અને ઉદ્યોગો,હોટલો વાળા વેપાર કરશે તેવો તેમણે આક્ષેપ કર્યો છે. ઝગડીયાના ઘારાસભ્ય છોટુભાઇ વસાવા એ સ્ટેચ્યુ ઓફ યુનીટી બાબતે પ્રતિકિયા આપતા જણાવ્યુ હતુ કે સરદાર વલ્લભભાઇ પટેલ આખા દેશના નેતા હતા તેમનું સ્ટેચ્યુ અહી શા માટે તેમનું સ્ટેચ્યુ દિલ્હી ખાતે ૫૦૦ મીટનું બનવું જોઇએ. સ્ટેચ્યું ઓફ યુનીટી બનવાથી આદિવાસી ઓની જમીન જવાની છે અને તેના પર ઉદ્યોગપતીઓની હોટલો અને મહેલો બનશે તેનાથી લાભ ઉદ્યોગપતિઓને થશે. આદિવાસીઓને કઇ લાભ આ કરોડોની યોજનાથી થવાના નથી.
31મીના લોકાર્પણ સમારંભમાં એક પણ આદિવાસી નહીં જાય તેવો દાવો
આદિવાસીઓની જમીન લઇ તેમનુે અહીથી ખસેડવાનો કારસો સરકાર ઘ્વારા કરવામાં આવી રહયો છે. આ રાજય સરકાર નું કુશાસન છે. આદિવાસી વિસ્તાર માં હજારો એક જમીન સંપાદન કરી ડેમ બનાવવામાં આવ્યો પણ પાણી સુઘ્ઘા સરકાર આદિવાસીઓને કરવા આપતી નથી.આદિવાસી વિસ્તાર માં આદિવાસી નેતા બિરસા મુંડાનું સટેચ્યું બનાવું જોઇએ. તંત્ર ઘ્વારા ૧૪૪ની કલમ લગાવી છે તો લોકાર્પણ ના દિવસે ૧૪૪ ની કલમ તો અમલ કેવી રીતે કરાશે. સ્ટેચ્યું ઓફ યુનીટીના લોકાર્પણ કાર્યક્રમમાં કોઇ આદિવાસી નહી જાય તેમ તેમણે જણાવ્યું હતું.