ગોધરા રાજુ સોલંકી
રાજ્યનાં તલાટી કમમંત્રી મંડળ દ્વારા પોતાની માંગણીઓને લઈ અનેકવિધ કાર્યક્રમો આપી સરકાર સામે મોરચોઓ કર્યાં હતાં જોકે તલાટીઓ દ્વારા દેખાવો કરી માંગણીઓ કરવા છતાં પણ સરકારના પેટનું પાણી પણ નહીં હાલતાં આજ રોજ ગોધરાના ભામૈયા સ્થિત ત્રીમંદિર ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને ગોધરા તાલુકાના તલાટી કમમંત્રી આજથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી આવ્યા હતા આ અંગે ગોધરા તાલુકાના તલાટી કમમંત્રી મંડળનાં પ્રમુખ ભુપેન્દ્રભાઈ બારીયા અને ગોધરા તાલુકાના તલાટી કમમંત્રી મંડળનાં મહામંત્રી શબાનાબેન શેખ એ જણાવ્યું હતું કે ગોધરા તાલુકાના તલાટી કમમંત્રીઓના પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ નહીં આવતા આજ રોજ ગોધરા તાલુકા પંચાયતના ૬૦થી વધુ તલાટીઓ મહેસૂલી તથા પંચાયતની તમામ કામગીરીને બહિષ્કાર કરી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી આવ્યા છે આ ઉપરાંત ગોધરા તાલુકાના સરપંચ સંઘના પ્રમુખ અજયસિંહ નરેન્દ્રસિંહ સોલંકી સહિત તમામ સરપંચ ઓએ તલાટી કમમંત્રીઓના પડતર માંગણીઓને લઈને જાહેરમાં ટેકો આપી સમર્થન આપ્યું હતું
ગોધરાના ભામૈયા સ્થિત ત્રીમંદિર ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને તલાટી કમમંત્રી આજથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી આવ્યા હતા
Advertisement