Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાણંદ દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે પથ સંચલન કાઢવામાં આવ્યું

Share

– સાણંદ શહેરમાં ગ્રામજનો, વેપારીઓ દ્વારા ઠેર ઠેર સંચલનનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Advertisement

ન્યુઝ સાણંદ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાણંદ તારીખ :૨૧/૧૦/૨૦૧૮ ને રવિવાર ના દિવસે નગરપાલિકા હૉલ સાણંદ ખાતે વિજયાદશમી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નિવૃત તાલુકા વિકાસ અધિકારી દિનેશભાઇ અજીતભાઇ જાદવ ઉપસ્થીત રહ્યા હતા. આ ઉપરાંત મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુરેન્દ્રનગર વિભાગના સહ કાર્યવાહ ડો.મહેશભાઇ ચૌહાણે ઉપસ્થીત રહીને માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત વિજયાદશમી ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો તથા ગ્રામજનોએ ઉપસ્થીત રહ્યા હતા. વિજયાદશમી ઉત્સવ અંતર્ગત સ્વયંસેવકો દ્વારા પથ સંચલન કાઢવામાં આવ્યું હતું. જે નગરપાલિકા હોલ થી ટપાલ ચોક, પોલિસ ગેટ, મોચી બજાર, રામદેવપીર મંદિર, નાળાની ભાગોળ, ગૌરવ પથ ઉપરથી નગરપાલિકા પરત ફર્યું હતું. સાણંદ શહેરમાં ગ્રામજનો, વેપારીઓ દ્વારા ઠેર ઠેર સંચલનનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


Share

Related posts

પાર્કિંગ મુદ્દે તંત્રે છૂટછાટ ન આપતાં આ વખતે રાજપથ, કર્ણાવતી ક્લબમાં મેમ્બરો માટે જ ગરબા યોજાશે…

ProudOfGujarat

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ખેડા જિલ્લો વિઝન -૨૦૪૭ આયોજન માટે બેઠક યોજાઈ

ProudOfGujarat

સુરતના ઓલપાડમાં કાચા ભૂંગળામાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવાઈ, મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!