સુરત: રાજકોટની એક મહિલાએ સુરત ગૌરક્ષા સમિતિના પ્રમુખ ગભરુ ભરવાડ સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. તો સામા પક્ષે ગભરુ ભરવાડે પણ આ મહિલા સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાવવાની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. મહિલાએ કરેલી ફરિયાદ મુજબ, મહિલા લાજપોર જેલમાં બેધ પતિને મળવા આવી હતી. દરમિયાન ગૌરક્ષા સમિતિના પ્રમુખ તેણીને ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું.
બન્ને છેલ્લા એક દોઢ મહિનાથી ફોન અને વોટ્સએપથી સંપર્કમાં હતા
રાજકોટની એક મહિલા શનિવારે સાજે સચિન પોલીસ મથક પર પહોંચી હતી. જ્યાં તેણે વિશ્વ હિંદુ પરિષદના ગૌરક્ષા વિભાગના સુરતના પ્રમુખ ગભરુ ભરવાડ સામે દુષ્કર્મ આચર્યુ હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જોકે, સામે પક્ષે ગભરુ ભરવાડે પણ મહિલા સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાવવાની તજવીજ કરી હોવાનું જાણવા મળે છે. બન્ને છેલ્લા એક દોઢ મહિનાથી ફોન અને વોટ્સએપથી સંપર્કમાં હતા અને શનિવારે મહિલા રાજકોટથી મળવા માટે આવી હતી. ઉભરાટ ખાતે આવેલા એક ફાર્મ હાઉસમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
સચિન પોલીસમાં મહિલાએ પહેલાં ગેંગ રેપ થયાનું જણાવ્યું
શનિવારે સાંજે ચાર વાગ્યે રાજકોટની એક મહિલા સચિન પોલીસ મથકે આવી હતી અને પહેલા તેની પર ગેંગ રેપ થયો હોવાની કેફિયત રજૂ કરતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. જોકે, જેમ જેમ પોલીસની પૂછપરછ આગળ વધતી ગઈ તેમ સાચી હકીકત બહાર આવતી ગઈ હતી. મહિલાએ વિશ્વહિંદુ પરિષદના ગૌરક્ષા વિભાગના સુરતના પ્રમુખ ગભરુ ભરવાડ સામે દુષ્કર્મની ફરિયાદ આપી છે. મહિલાના કેહવા મુજબ શનિવારે તે રોજકોટથી સુરત આવી હતી અને પલસાણાના ટી પોઈન્ટ પાસે ભૂલી પડી ગઈ હતી ત્યારે ગભરુ ભરવાડ કાર લઇને તેની પાસે આવ્યો હતો અને મદદ કરવાને બહાને એક ફાર્મ હાઉસમાં લઇ ગયો હતો ત્યાં પેહલેથી બીજા બે જણા દારૂ પી રહ્યા હતા અને આ ત્રણેયએ મળીને મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ગેંગરેપ નહીં પરંતુ માત્ર ગભરુએ જ દુષ્કર્મ કર્યુ હોવાની વાત મહિલાએ પોલીસને કહી હતી.
મહિલાની સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાવવાની તજવીજ
જોકે, આ તરફ ગભરુ ભરવાડ પણ પોલીસ મથકે આવી ગયો હતો અને તેણે એવી હકીકત કહી હતી કે, મને હનીટ્રેપમાં ફસાવવામાં આવી રહ્યો છે. અને એક મહિના પેહલા આ મહિલાનો તેના ફોન પર મિસ કોલ આવ્યો હતો. પછી બંને વચ્ચે ફોનથી વીડિયો કોલ અને વોટ્સએપથી એક બીજા સાથે વાતચીત કરતા હતા.અને આજે મહિલા રોજકોટથી તેને મળવા માટે આવી હતી. જોકે, પલસાણા ટી પોઈન્ટથી ગભરુ ભરવાડ મહિલાને ઉભરાટના એક ફાર્મ હાઉસમાં લઇ ગયો હતો. જ્યાં તેણે દુષ્કર્મ આચર્યું હતું. સામે પક્ષે ગભરુ ભરવાડે પણ પોલીસને મહિલા સાથે થયેલી વાતચીત અંગેના સ્ક્રીનશોટ પોલીસને બતાવ્યા હતા. આ કેસમાં મહિલાએ ગભરુ ભરવાડ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.સામે ગભરુ ભરવાડે પણ મહિલાની સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
મેડિકલ તપાસમાં રેસીડેન્ટ તબીબે પીડિતાને લાફા માર્યા
મોડી રાત્રે પીડિતાને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ગાયનેક વાર્ડમાં એક રેસીડેન્ટ તબીબે પીડિતાને લાફા મારતા વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ મેડિકલ એફિસર પાસે આખો મામલો પહોંચ્યો હતો. ટ્રોમા સેન્ટરમાં મધરાત્રે થયેલા આ કિસ્સા બાદ સચિન પોલીસ અને પીડિતાને વહેલી સવાર સુધી સિવિલમાં જ બેસાડી રખાયા હતા….સૌજન્ય/D.B