Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતની હરેકૃષ્ણ ડાયમંડે કર્મચારીઓને અકસ્માતથી બચવા 12 હજાર હેલ્મેટની ભેટ આપી

Share

સૌજન્ય/સુરત: જાન્યુઆરીથી જૂન 2018 સુધીમાં 142 લોકોનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. જેમાંથી 41 રાહદારી અને 58 લોકો માત્ર હેલમેટ નહીં પહેરતા મોતને ભેટ્યા હતા. વર્ષ 2008માં હરેકૃષ્ણ ગ્રુપનો એક કર્મચારી દિવાળી વેકેશનની પહેલાં છેલ્લી મીટિંગથી નીકળીને ઘરે જઇ રહ્યો હતો. બોનસથી ખુશખુશાલ આ કર્મચારીને અચાનક વરાછા બ્રિજ પર અકસ્માત નડે છે. હેલમેટના કારણે કર્મચારીનો બચાવ થાય છે. હરેકૃષ્ણ ગ્રુપના ચેરમેન સવજીભાઇ ધોળકિયાએ આ ઘટનાથી પ્રેરિત થઇને પોતાના તમામ 6 હજાર કર્મચારીઓ માટે હેલમેટ પહેરવાનો નિયમ ફરજિયાત કર્યો હતો. જેમાં તેમણે દરેક કર્મચારી દીઠ 2 હેલમેટ આપ્યાં. આમ 6 હજાર કર્મચારીઓ અને તેમના પરિવારની સુરક્ષા માટે હરેકૃષ્ણ ગ્રુપે 12 હજાર હેલમેટ આપ્યાં છે. હેલમેટ વિના પ્રવેશ પણ અપાતો નથી.

Advertisement

Share

Related posts

વન્યજીવોની સુરક્ષા અને સલામતી માટે સદૈવ તત્પર વડોદરાનું વન્યજીવ પ્રબંધન અને બચાવ કેન્દ્ર

ProudOfGujarat

માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલીસીસ વિભાગનું કરાયું ઈ–લોકાર્પણ.

ProudOfGujarat

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ‘ભારત’ માં વૃદ્ધિને વેગ આપવા માટે “સ્વદેશ બેંકિંગ” રજૂ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!