એલ.સી.બી અને પેરોલ ફ્લો સ્કોડ દ્વારા ઝડપાયેલા જુગારીયા..
અંકલેશ્વર નજીક ખરોડ ગામ ખાતે ક્લબના નામે જુગારધામ ચાલતુ હોવાની મળેલ બાતમીના આધારે એલ.સી.બી ભરૂચ તેમજ પેરોલ ફ્લો સ્કોડ ના અધિકારીઓ અને કર્મચારીઓ અને ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ રેડ કરતા ૯ જુગારીયા ઝડપાયા હતાં. જેમની પાસેથી રોકડ તેમજ મોબાઈલ અને રોકડા નાણા મળી કુલ ૩૦,૨૩૨/- રૂપિયાની મતા પોલીસે જપ્ત કરી હતી. ઝડપાયેલા જુગારીયાઓમાં (૧) મોઇનુદ્દીન સૈયદ રહે.બહારની ઉડાઈ સ્વામીનારાયણ મંદિર પાછળ ભરૂચ (૨) ઇમ્ત્યાઝ શેખ રહે.કીમ ચોકડી કોહીનુર રેસીડન્સી તા. માંગરોળ જી.સુરત (૩) દીપક પુરણ સમદેવ રહે. હનુમાન ફળીયું મિયાગામ કરજણ વડોદરા (૪) ગુલામ અહમદ પટેલ રહે. ૧૫૧/એ કસાડા આવાસ અમરોલી સુરત (૫) અબ્દુલહક્ક અબ્દુલરશીદ શેખ રહે. ઘુષવાડ પીરકાંઠી ભરૂચ (૬) મોહનભાઈ પરમાર રહે. નીલગીરી સુભાષનગર સોસાયટી ઉધના સુરત (૭) અંકેશ મહેશ વસાવા રહે. ચાવજ ભારતનગર ભરૂચ (૮) મુજેમીલ ઉર્ફે મુન્નો બશીર શેખ રહે. હાંસોટ સાર્વજનીક હોસ્પિટલ ભરૂચ (૯) ફારૂક અલ્લીભાઈ દીવાન રહે. કાનુંગાવાડ કતોપોર બજાર ભરૂચ અને કામગીરી કરનાર ટીમ એલ.સી.બી પોલીસ સબ ઇન્સ વાય.જી.ગઢવી તથા પેરોલ ફ્લો સ્કોડના પો.સબ.ઇન્સ જે.વાય.પઠાણ તથા હે.કો ચંન્દ્રકાંન્ત, અજયભાઈ, જયેન્દ્રભાઈ, વર્ષાબેન, પો.કો હિતેષભાઈ, શ્રીપાલસિંહ, અરૂણાબેન પેરોલ ફ્લોના એ.એસ.આઈ વિક્રમસિંહ અ.હે.કો હરેન્દ્રભાઈ, કુત્બુદીનભાઈ, મગનભાઈ, પો.કો. નિલેષભાઈ, વિશાલભાઈ