Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરઃ સિક્યુરીટી એજન્સી દ્વારા લઘુતમ વેતનધારાનું ઉલ્લંઘન થયાની રજૂઆત

Share

નગર પાલિકાની કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા અન્ય લાભો પણ ન આપી અપુરતું વેતન અપાતું હોવાનો આક્ષેપ

Advertisement

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા વિવિધ સ્થળે સિક્યુરિટી માટે વર્ષા ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અને આ કોન્ટ્રાક્ટ દ્વારા 39 જેટલાં સિક્યુરીટી ગાર્ડ રોકવામાં આવ્યા છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા લઘુતમ વેતન ધારાની અમલવારી કરવામાં આવતી નથી તેવી ફરિયાદ લઈને જીઆઈડીસી એમ્પ્લોઈઝ યુનિયનના નેજા હેઠળ નગર પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.

નગર પાલિકા ચીફ ઓફિસરને પાઠવાયેલા આવેદનમાં જણાવ્યું છે કે, વર્ષા ઈન્ડસ્ટ્રીયલ સીક્યુરીટી કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા હાલમાં 39 જેટલાં સીક્યુરીટી ગાર્ડ રોકવામાં આવ્યા છે. જેઓ પાસેથી 30 દિવસનું કામ લેવામાં આવે છે પરંતુ રજાનાં દિવસનું મેહનતાણું કાપી લેવામાં આવે છે. સાથો સાથ સરકારનાં લઘુતમ વેતન ધારાનો પણ અમલ નથી કરવામાં આવતો. તો તેમને પગાર સ્લીપ, હક્ક રજા, ઓળખકાર્ડ, હક્ક રજાના નાણા વગેરે લાભ આપવામાં આવતા નથી. વળી લઘુતમ વેતન ધારાની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરવામાં આવે છે. અને ઓછુ મેહનાતણું ચૂકવાય છે. જેથી યોગ્ય કાર્યવાહી સાથે લઘુતમ વેતન ધારાની અમલવારી માટે લેખિતમાં રજૂઆત કરી છે.


Share

Related posts

ભરૂચમાં હવાલાકાંડનો પર્દાફાશ – 50 લાખ ઉપરાંતની રોકડ સાથે પાંચબત્તી વિસ્તારમાંથી એક વ્યક્તિની એસ.ઓ. જી પોલીસે ધરપકડ કરી

ProudOfGujarat

સુરત : મહુવાના ધોળીકૂઈથી વાછરડા ભરેલો પીકઅપ પકડાયો, ચાલક ફરાર.

ProudOfGujarat

રાજપારડી ઉમલ્લા ભાલોદ પંથકમાં ગણપતિ વિસર્જન ના કાર્યક્રમ પંથકના ગામોમાં ગણપતિ દાદાને ભવ્ય વિદાય આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!