Proud of Gujarat
GujaratFeaturedINDIA

દવાખાનું ન ચાલતું હોવાથી ડૉક્ટરે શરુ કરી કાર ચોરી રાજ્યમાંથી 250 કાર ચોરીને વેચી પણ નાંખી

Share

 

સૌજન્ય/અમદાવાદ: રાજયના વિવિધ શહેરોમાંથી 250 થી વધુ કારની ચોરીઓ કરી તેને નકલી દસ્તાવેજોના આધારે વેચવાના કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા ડોકટર હરેશ માણીયા (પટેલ)ની અમદાવાદ ક્રાઈમ બ્રાંન્ચ સુરતથી ધરપકડ કરી છે. આરોપી છેલ્લા કેટલાય સમયથી નાસતો ફરતો હતો. આ અગાઉ ક્રાઈમ બ્રાંન્ચે ડોકટરના ભાઈ સહિત ત્રણની પોલીસે ગત જુલાઈ માસમાં ધરપકડ કરી હતી.

Advertisement

ક્રાઈમ બ્રાંન્ચના એસીપી બી.વી.ગોહીલે જણાવ્યું હતું કે, ગત 30 જુલાઈ 2018ના રોજ પોલીસ ટીમે થલતેજમાંથી એક કારમાં પસાર થઈ રહેલા અરવિંદભાઈ માણીયા(પટેલ)ને રોકી કારના કાગળો માંગતા કાર ચોરીની હોવાનું ખુલતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પુછપરછમાં કારચોરીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. કારની ચોરી કરી કારને રાજકોટમાં ભંગારનો ધંધો કરતા વ્યકિતને વેચાતી હતી. આ અંગે પોલીસે અન્ય આરોપી રાજકોટના તાહેર ત્રિવેદી અને સલીમ શેખની ધરપકડ કરી હતી. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ડોકટર હરેશ માણીયા હોવાનું ખુલ્યું હતું.

દવાખાનું ન ચાલતા કારચોરી શરૂ કરી

પોલીસ પુછપરછમાં ડોકટર હરેશ માણીયો કબુલાત કરી હતી કે, તે બી.એ.એમ.એસ.ડોકટર છે અને બલદાણા ગામમાં પાર્થ કલીનીક નામે દવાખાનું ધરાવતો હતો. જો કે તેમાં વધુ કમાણી થતી ન હતી. દરમિયાન એક કારની ચોરી તેના ભાઈ અરવિંદ સાથે મળીને કરી તેમાં પૈસા મળતા બંને ભાઈઓ દિવસે દવાખાનું ચલાવતા હતા અને રાત્રે કારની ચોરીના રવાડે ચડી ગયા હતા.


Share

Related posts

ગોધરા : ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને વાહનવ્યવહારને લગતા પ્રતિબંધો-નિયંત્રણો જાહેર કરાયા.

ProudOfGujarat

ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, ખેડૂતોમાં વ્યાપી ચિંતા

ProudOfGujarat

રાજપીપળા : એકતાનગર ખાતે એક દિવસીય રાષ્ટ્રીય પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ સમર મીટ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!