Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચની મહિલાને 1.17 લાખનો ચૂનો ચોપડનાર ટોળકીનો સાગરિત ઝબ્બે

Share

 

ભરૂચની મહિલા સાથે છેતરપિડી કરનાર ટોળકીના અેક સાગરિતને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. મહિલા સાથે સોશિયલ મિડીયા પર મૈત્રી કેળવી તેના માટે પાર્સલ મોકલ્યું હોવાની લાલચ અાપી બેન્ક ખાતામાં રૂપિયા 1.17 લાખ ભરાવડાવ્યાં હતાં. અન્ય સાગરિતોના સગડ મેળવવાની કવાયત પોલીસે હાથ ધરી છે.

Advertisement

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચના ઝાડેશ્વર ચોકડી ખાતેની વચનામૃત રેસીડન્સી ખાતે રહેતી જાવિત્રીબેન સેંગર સાથે યુકે ના અેરિક ડબલ્યુ. કેપ્ટન નામના યુવાન તરીકેની અોળખ અાપી સોશિયલ મિડિયા પર મૈત્રી કેળવી હતી. બાદમાં તેણે તેમના માટે પાર્સલ મોકલ્યું હોવાનું જણાવ્યું હતું. જે પાર્સલ છોડાવવાના અને બાદમાં પાર્સલમાં 53.27 લાખની મત્તાના ડોલર હોઇ તેની ટ્રાન્સફર ફીના બહાને ટોળકીઅે તેમને ભોળવી તેમની પાસેથી કુલ 1.17 લાખ રૂપિયાની ઠગાઇ કરી હતી. દરમિયાન ભરૂચ સી ડિવિઝન પોલીસની ટીમે તપાસ હાથ ધરતાં બેન્ક અેકાઉન્ટના અાધારે યુપીના હપુડ જીલ્લાના સુધીર નરેશપાલ સિંઘ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં તેનો અેક સંબંધી તેનું અેકાઉન્ટ ચલાવી રહ્યો હોઇ પોલીસે તેની પણ તપાસ હાથ ધરી છે. ઉપરાંત અન્ય સાગરિતોના સગડ મેળવવાની કવાયત પોલીસે શરૂ કરી છે.સૌજન્ય


Share

Related posts

ઝઘડિયા તાલુકાના પ્રાંકડ ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપ સરપંચે સત્તાવાર ચાર્જ સંભાળ્યો.

ProudOfGujarat

નેત્રંગ-ડેડીયાપડા હાઈ-વે પર ટ્રક ડ્રાઈવરો સાથે લુંટ કરતી મધ્યપ્રદેશની ટોળકી ઝડપાઈ.

ProudOfGujarat

વડોદરા : કરજણ ખાતે ધર્મ આધારિત નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં રેલી કઢાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!