સૌજન્ય/અમદાવાદ: ડોમિનોઝ પિઝાની ફૂડ ચેઈન ધરાવતા જ્યુબિલન્ટ ફૂડ વર્કસને અમદાવાદ સહિત રાજ્યના 86 ફૂડ આઉટલેટ પર સ્ટેટ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)એ સાગમટે દરોડા પાડી સર્વિસ ટેકસ પરનો વેરો નહીં ભરી કરાયેલી કરચોરી બદલ 5.79 કરોડની વસૂલાત કરી હતી.
સ્ટેટ જીએસટીની ઇન્વેસ્ટિગેશનની વિંગે ડોમિનોઝ પિઝા પર રાજ્યમાં દરોડા-સર્ચની કાર્યવાહી હાથ ધરી હતી. ડોમિનોઝ પિઝા વિવિધ ફૂડ આઇટમના વેચાણ પર ગ્રાહકો પાસેથી જીએસટીના ઉઘરાવી તે રકમ સરકારી તિજોરીમાં જમા કરવામાં ન આવતી ન હતી. આ બાબતને ધ્યાનમાં લઇને સ્ટેટ જીએસટી દ્વારા ડોમિનોઝ પિત્ઝાના વિવિધ આઉટ લેટ પર દરોડા પાડવામાં આવ્યા હતા.ડોમિનોઝ પિઝા ગ્રાહકો પાસેથી 18 ટકા જીએસટી ઉઘરાવી લેતા હતા પરંતુ તેની રકમ સરકારમાં જમા નહીં કરાવીને મોટી કરચોરી અધિકારીઓએ ઝડપી પાડી છે.
શહેરના 26 આઉટલેટ પર દરોડા
નવરંગપુરા, આંબાવાડી, વિજય ચાર રસ્તા, આશ્રમ રોડ, થલતેજ, ચાંદખેડા, ઇસ્કોન સહિત 26 જગ્યાએ જ્યારે બરોડા, સુરત, રાજકોટ, ભૂજ, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા સહિત આઉટલેટ પર દરોડાની કાર્યવાહી ચાલી હતી.