ગોધરા રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી પંચમહાલ ડીસ્ટ્રીક.કો.ઓપ.બેંક લિ. યોજાનાર ચુટણીમાં ઉભા રહેનાર ઉમેદવાર નીતીન પાઠક દ્વારા જીલ્લા ચુંટણી અધિકારીને લેખિતમા રજુઆત કરવામા આવી છે તેમાં આક્ષેપો કરવામા આવ્યા છે કે પંચમહાલ ડેરી અને ગોધરા ડેરીના સ્ટાફના અધિકારીઓ દ્વારા તેમના ટેકેદારો અને દરખાસ્ત કરનાર મતદારોને ફોર્મમા સહીઓ કરાવીને ફોર્મ રદ કરાવા સુધી કાર્યવાહી કરવામા આવતી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.
જીલ્લા ચુટણી અધિકારીને આપેલા લેખિત આવેદનમા જણાવામા આવ્યુ હતુ કે પંચમહાલ ડીસ્ટ્રીક કો. ઓપરેટીવ બેંકની આગામી સમયની ચુંટણી યોજાવાની છે. જેમા ચુંટણીમા ઉમેદવારી તરીકે પંચમહાલ તથા મહીસાગર જીલ્લા વિભાગના વિભાગ -4 પેટા વિભાગ એક માંથી 1 માથી ઉમેદવારી નોધાવી છે. મારી જાણમા આવેલ છે કે પંચમહાલ ડેરી, ગોધરાના સ્ટાફ તથા અધિકારીઓ દ્વારા મારા મતવિસ્તારના મારા ટેકેદારો સભાસદોને લોભલાલચ આપીને ધાકધમકી પુર્વક સહીઓ કરીને મારુ ફોર્મ રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામા આવે છે. જે વાજબી નથી સાથે સાથે અન્ય વિભાગોમાથી જેમને ઉમેદવારી કરેલ છેતેવા ઉમેદવારો સહીત ટેકો આપનાર સભાસદો- મતદારોને પણ ધાકધમકી આપવા હોવાનુ પણ જાણવા મળેલ છે.વધુમા જણાવામા આવ્યુ છે કે આ સહકારી સંસ્થાના પદાધિકારી અને અધિકારીઓ દ્વારા આગામી ચુટણી શાંતિપુર્ણ રીતે યોજવાને બદલે વહાલાદહાલાની નીતી અપનાવીને અમને ધાકધમકી સુધી આપવાની હરકતો કરવામા આવે છે.આમાટે આ ચુટણી નિષ્પક્ષ યોજાય તે માટે સુમેળભર્યા વાતાવરણમાં યોજવામા આવે તેવી પણ માંગ કરી છે.આગામી દિવસો દરમિયાન અન્ય બીજા ઉમેદવારો પર ધાકધમકી અને હુમલા, દબાણથી અમારૂ ફોર્મ રદ ન થાય તથા આવનારા દિવસોમાં અમુર શારિરીક નુકશાન ન પહોચાડે તે જોવા માટે યોગ્ય કાર્યવાહી કરવા લખિત આવેદનમાં જણાવામા આવ્યુ છે.