ગોધરા, રાજુ સોલંકી
ટેમ્પા સહિત કુલ રૂપિયા ૬,૧૦,૩૨૦/- ની મતા સાથે એક ઈસમની અટક…
પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી મનોજ શશીધરની સુચના અને માર્ગદર્શન હેઠળ પંચમ્હાલ રેન્જ ગોધરા પો.સ.ઈ ની એ.એ.ચૌધરી એ બાતમીના આધારે દાહોદ ગરબાડા ચોકડી થી આઈસર ટેમ્પામાં વહન થતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આઈસર ટેમ્પા ના ડ્રાઈવર અમરજીત ભીખારી પાસવાન રહે. બીહાટા જીલ્લા ભોજપુર બિહાર ની અટક કરવામાં આવી હતી. આઈસર ટેમ્પામાં ૧૦ પોટલા જણાયા હતા. તેમા પ્લાસ્ટીકના ક્વાટૅરીયા નંગ-૧૯૦૦ કિ.રૂ. ૯૫,૦૦૦/- ઝડપાયો હતો. આઈસર ટેમ્પા માંથી કુદીને બે પુરૂષ અને બે સ્ત્રીઓ નાસી ગયેલ હતા. અટક કરેલ ડ્રાઈવરને પુછપરછ કરતા સદર વિદેશી દારૂ કવિતા દિનેશ પરમાર રહે. માતવા તથા બીજા એક બેન તેમેજ બે ઈસમો જેમના મોબાઈલ નંબરો ઉપર સંપર્ક કરી દાહોદ ગરબાડા ચોકડી ખાતેથી દિનેશ મડીયાભાઈ પરમાર રહે.માતવા તા. ગરબાડા એ દારૂનો જથ્થો આપી આઈસર ટેમ્પામાં ડ્રાઈવર સાથે આરોપી કવીતા તથા અન્ય ત્રણ કે જેઓ નાસી ગયેલ છે. તેઓની પોલીસ તપાસ કરી રહી છે. રોકડા નાણા વિદેશી દારૂ , મોબાઈલ અને ટેમ્પો મળી કુલ ૬,૧૦,૩૨૦/- ની મતા જપ્ત કરેલ છે.