બિસ્માર બનેલા રસ્તાના કારણે ફરી એક વાર ભરૂચ શહેર ના બાયપાસ ચોકડી ના રહીશો આંદોલન ના માર્ગે જોવાય હતા.રહીશોએ બાયપાસ ચોકડી વિસ્તારમાં ચક્કાજામ કરી તંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કરી વહેલી તકે માર્ગ ની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી.ચક્કાજામ ના કારણે થોડા સમય માટે ભરૂચ-જંબુસર વચ્ચે નો વાહન વ્યવહાર અટવાયો હતા..ઉલ્લેખનીય છે કે સ્થાનિક રહીશો છેલ્લા કેટલાય વખત થી આ બિસ્માર માર્ગ ને લઇ અવાર નવાર ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે.પરંતુ તંત્ર જાણે કે જાડી ચામડી નું બની ગયું હોય તેમ આજ દિન સુધી આ વિસ્તાર ના લોકોના પ્રશ્ર્નો નું નક્કર નિરાકરણ આવતું હાલ દેખાઇ દેતું નથી.સ્થાનિક રહીશોએ રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે બિસ્માર માર્ગ ઉપર થી વાહન લઈને અથવા ચાલતા નીકળવું પણ મુશ્કેલ છે.કારણ કે રસ્તા પર પડેલા મસ્ત મોટા ખાડા લોકો માટે મુશ્કેલી રૂપી બન્યા છે તો ધૂળ ઊડવાના કારણે સ્થાનિક રહીશો પોતાના ઘર ના બારી બારણા બંધ રાખવાની નોબત આવી છે..માર્ગ ઉપર તંત્ર દ્વારા માત્ર દેખાવ પૂરતો રીપેરીંગ કામ કરવામાં આવે છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા ..સાથે જ વહેલી તકે માર્ગ નું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાઆ આવી હતી..
ભરૂચ બાયપાસ ચોકડી વિસ્તારમાં ફરી એક વાર બિસ્માર માર્ગ ના કારણે સ્થનિકોએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું..
Advertisement