સૌજન્ય-વડોદરા: વડોદરા શહેરમા સાતમાં નોરતા વિવિઘ વિસ્તારોમા ગરબાનુ રંગ જામ્યો હતુ. શહેરીજનો ગરબાના રંગમા રંગાયા હતા. બાજવાડામાં કાંતારેશ્વર મહાદેવ મંદિર પાસે છેલ્લા 22 વર્ષથી નવરાત્રી દરમિયાન ગરબા સાથે દાંડિયારાસ યોજાય છે. આ પોળમાં બસોથી ચારસો લોકો દાંડિયારાસમાં ભાગ લે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અહીં આ પરંપરા છેલ્લા 100 વર્ષ કરતા વધારે સમયથી છે. મૂળે દાંડિયારાસ એ દુર્ગાદેવી અને મહિષાસુર નામના રાક્ષસ વચ્ચેના યુદ્ધનું પ્રતીક છે. ગરબામાં માત્ર હાથ અને પગનો જ્યારે દાંડિયામાં રંગબેરંગી દાંડિયાનો પણ ઉપયોગ થાય છે. દાંડિયા રાસના સ્ટેપ્સ ગરબાની સરખામણીમાં જટિલ હોય છે.
માંજલપુરના સીતાબાગ ગ્રાઉન્ડ પર 10 હજાર ખેલૈયાંઓ
માંજલપુરના સીતાબાગ ગ્રાઉન્ડ ખાતે યોજાતા ગરબા પણ શહેરના કેટલાક મોટા ગરબા પૈકીના એક છે. અંદાજે દસ હજાર ખેલૈયાઓ અને લગભગ એટલા જ દર્શકો આ ગરબાને દરરોજ માણવા માટે આવતાં હોય છે. સોમવારે રાત્રે આ ગરબાનો ડ્રોન કેમેરાની નજરે કંઇક આવો નજારો સર્જાયો હતો.