અમદાવાદ: રાજ્યભરના પેટ્રોલ પંપો પર સ્ટેટ જીએસટીની ટીમે સામુહિક દરોડા પાડીને કરોડો રૂપિયાની કરચોરી પકડી પાડી છે. સ્ટેટ જીએસટીની ટીમ વેટ ભરવામાં ન આવતો હોવાની શકયતાના પગલે રાજ્યના 50 પેટ્રોલ પંપ પર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવતા પેટ્રોલ પંપ માલીકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ દરોડા દરમિયાન કુલ 15 જેટલા પેટ્રોલ પંપના નોંધણી નંબર રદ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
વેટ નોંધણી નંબર રદ થયા હોવા છતાં પેટ્રોલ-ડિઝલનું વેચાણ ચાલું
પેટ્રોલ પંપના માલીકો વેટ રજીસ્ટ્રેશન નંબર ન રાખીને તેમજ ભરવાપાત્ર વેરો નહીં ભરીને ગેરરીતી આચરી રહ્યાનું જીએસટી વિભાગના અધિકારીઓના ધ્યાન પર આવ્યું હતું. જેને લઇને રાજ્યવ્યાપી પેટ્રોલ પંપો પર દરોડા પાડવામાં આવ્યા હતા. રાજ્યના 50 પેટ્રોલ પંપ પર જીએસટીની ટીમે દરોડા પાડતા પેટ્રોલ પંપ માલીકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જીએસટીના દરોડામાં પેટ્રોલ પંપના માલીકોના વેટ નોંધણી નંબર રદ થયા હોવા છતાં પેટ્રોલ-ડિઝલનું વેચાણ ચાલું રાખીને વેરો ભરતા ન હતો.
જીએસટી અધિકારીઓએ પેટ્રોલ પંપના માલીકો પાસેથી વેચાણની વિગતો મેળવીને વેચાણ પર કેટલો વેરો ભરવાનો થાય છે તેની જીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં કુલ 50 પેટ્રોલ પંપ દરોડો પાડવામાં આવ્યો હતો. જે પૈકી 15 પેટ્રોલ પંપના નોંધણી નંબર રદ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં કુલ રૂ. 33. 65 કરોડની વસુલાત કરવાની થાય છે. વસુલાત માટે વેપારીઓની મિલકતો તેમજ બેંક ખાતાઓને ટાંચમાં લેવામાં આવ્યા છે. જો વેપારીઓ ભરવા પાત્ર વેરો ભરપાઇ નહી કરે તો વધુ કડક પગલાં લેવામાં આવશે.સૌજન્ય