ગત રોજ સાંજના ૭ વાગ્યાના સુમારે ભરૂચ જીલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર કરગત ગામના પટીયા પાસે આગણ ચાલતી ટ્રક ની પાછલા ભાગે પોતાની ટ્રક ઘુસાડી દેતા ટ્રક ડ્રાઈવરને ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન તેનુ મૌત નિપજ્યુ હતુ…
નબીપુ પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર કિરણભાઈ ચંદુભાઈ રાઠોડ રહે. સિંધીવાડા તાલુકો. માતર જીલ્લા ખેડા પોતાની ટ્રક લઈ કરગત ગામના પાટીયા પાસે થી ગત રોજ સાંજના ૫ વાગ્યાના સુમારે આગણ ચાલતી ટ્રકમાં પોતાની ટ્રકને ઘુસેડી દેતા કિરણ રાઠોડ ને ગંભીર ઈજાઓ પોહચી હતી જેમને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાતા સારવાર દરમ્યાન તેમનુ મૌત નિપજ્યુ હતુ. બનાવની તપાસ નબીપુર પોલીસ કરી રહી છે.
Advertisement