ભરૂચ જિલ્લા પોલીસવડા ની સૂચના મુજબ જિલ્લામાં પ્રોહીબીસન અને જુગાર ની ડ્રાઈવ રાખવામાં આવી હતી જેના ભાગ રૂપે અંકલેશ્વરની શહેર પોલીસે ગણના પાત્ર પ્રોહીબીસન નો કેશ કર્યો હતો અંકલેશ્વર શહેર પોલીસ ને મણેલી બાતમી ના આધારે હરીનગર બંગલોજ માં મકાન નંબર 22 ના ઘરમાંથી અને ઘરની બહાર મુકેલી સિલ્વર કલર ની વાન માંથી ગેરકાયદેસર વિદેશી દારૂ મળી આવ્યો હતો.ઘરનીઅંદર અને બહાર મુકેલ Gj 16 Ap 9073 સિલ્વર કલર ની વાન માંથી 750 મિલી ની કાંચ ની 264 બોટલની કિંમત 114800 ,180 મિલી ની કાંચ ની 288 બોટલની કિંમત 33600 તથા મારુતિ વાન ની કિંમત 70000 અને મોબાઇલ ની કિંમત 2000 રૂપિયા કુલ મુદ્દામાલ 218400 નો કબ્જે કરી આરોપીઓ ભુપેન્દ્ર ઉર્ફે દિનેશલાલ મોદી..સલમાન નજીર પઠાણ તથા સદ્દામ હુસૈન રાજ ને પોલીસે પકડી પડેલ છે.આ કામના ચોથા આરોપી નેવીલ મનહરભાઈ ગાંધી રહે.ઉમિયાંનગર નાઓ મળી ન આવતા પકડવાના બાકી છે અંકલેશ્વર શહેર પોલીસે આ તમામ આરોપી ઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ જિલ્લા પોલીસવડા ની સૂચના મુજબ જિલ્લામાં પ્રોહીબીસન અને જુગાર ની ડ્રાઈવ રાખવામાં આવી હતી જેના ભાગ રૂપે અંકલેશ્વરની શહેર પોલીસે ગણના પાત્ર પ્રોહીબીસન નો કેશ કર્યો હતો
Advertisement