Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-ડિંડોલીનાં તબીબે 145 મહિલા દર્દીઓનો અશ્લિલ વીડિયો બનાવ્યો હોવાની વાતથી ખળભળાટ

Share

 

સૌજન્ય-D.B સુરત: ડિંડોલી વિસ્તારમાં એક જ દિવસે થયેલી બે બાળકીઓ પર થયેલા બળાત્કારની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યારે એક તબીબે 145 મહિલાઓના અશ્લીલ વિડિયો ઉતાર્યા હોવાના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. આ ગંભીર આક્ષેપ સાથે લોકોનું ટોળું મોડી રાત્રે ડિંડોલી પોલીસ મથક પર પહોંચ્યુ હતું.જો કે, મોડી રાત સુધી આ ઘટનામાં કોઇ ગુનો દાખલ નહીં થયો ન હતો.

Advertisement

સારવારના બહાને તેના કપડા ઉતારીને પ્રાઇવેટ પાર્ટર્સનો વિડિયો ઉતારી લેતો

ઘટનાની મળતી માહિતી અનુસાર મોડી રાત્રે ડિંડોલી વિસ્તારમાં આયુર્વેદિક તબીબને લઇને મોટુ ટોળું પોલીસ મથકે પહોંચ્યું હતું. આ ટોળું જે આક્ષેપ લગાડી રહ્યું હતું તે ખૂબ જ ગંભીર પ્રકારનો હતો. ટોળાએ પોલીસને ફરિયાદ કરી હતી કે આ તબીબ તેની પાસે સારવાર લેવા આવતી મહિલાઓની સારવારના નામે તેની આંખે પાટા બાંધી દેતો હતો અને ત્યાર બાદ તેને સારવારના બહાને તેના કપડા ઉતારીને પ્રાઇવેટ પાર્ટર્સનો વિડિયો ઉતારી લેતો હતો. ઘટના ખૂબ જ ગંભીર હોવાથી ડિંડોલી પોલીસે આક્ષેપ કરનાર મહિલાના ભાઇને વિડીયો લેવા મોકલ્યો હતો પરંતુ તે મોડી રાત સુધી પરત નહીં આવતા આ ઘટના અંગે કોઇ ગુનો દાખલ કરાયો ન હતો. આ આક્ષેપમાં તથ્ય હશે તો તે તેની સામે કડક કાર્યવાહી કરાશે.

પૂરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલે છે

મોડી રાત્રે એક મોટું ટોળું લિંબાયત પોલીસમથકમાં આવ્યું છે. તેઓ એક તબીબ સામે મહિલા દર્દીઓના અશ્લીલ વિડિયો ઉતાર્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. ઘટના ખૂબ જ ગંભીર છે પરંતુ હાલમાં પૂરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. પૂરાવા મળ્યા બાદ જ ગુનો દાખલ કરાશે.- વી. એમ. મકવાણા, પી.આઇ. ડિંડોલી પોલીસમથક

પૂરાવા રૂપે વિડિયો હોવાનો દાવો કરાયો

તબીબ સામે આક્ષેપ સાથે મહિલા દર્દીનો ભાઇ પણ આવ્યો હતો. તેણે પોલીસ સમક્ષ એવો દાવો કર્યો હતો કે, તબીબે જે વિડીયો ઉતાર્યો છે તેનો વિડિયોનો પૂરાવો તેની પાસે છે. પોલીસે તેને આ પૂરાવો લેવા માટે મોકલ્યો હતો પરંતુ તે પરત ફર્યો ન હતો. તે પરત ફર્યા પછી જ કાર્યવાહી કરવામાં આવશે..
તબીબના મોબાઇલની તપાસ નહીં

ડિંડોલી પોલીસ મથકમાં ભેગા થયેલા ટોળા દ્રારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તબીબ પર સંખ્યાબંધ મહિલાઓનો વિડિયો ઉતારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસે તબીબના મોબાઇલની તપાસ કરીને પૂરાવા એકત્ર કરવા જોઇએ પરંતુ તેને બદલે પોલીસ આક્ષેપ કરનારાઓ પાસે પૂરાવા માંગી રહી છે


Share

Related posts

હાંસોટ તાલુકાનાં કતપોર ગામે નજીવી બોલાચાલી બાબતની રીસ રાખી ગામનાં જ યુવાને માછીમારની બોટ તથા માછીમારીનાં સાધનોને સળગાવી બે લાખથી વધુ નુકસાન કરી ફરાર.

ProudOfGujarat

અમેઝીંગ સાયકલ ગ્રુપે ઝઘડીયા તાલુકાનો પ્રવાસ કર્યો.

ProudOfGujarat

ભાજપના આંતરિક જૂથવાદના કારણે ભરૂચમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!