Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

પંચમહાલ – ગોધરા એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર પિસ્ટલ સાથે એક આરોપીની અટક કરી…

Share

ગોધરા, રાજુ સોલંકી

 

Advertisement

પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી મનોજ શશીધર તથા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર કે.પી.જાડેજા એ મળેલ બાતમીના આધારે પો.સ.ઈ આર.આર.ગોહીલ તેમજ એસ.ઓ.જી શાખાના કર્મચારીઓ સાથે કામગીરી કરતા બાતમી વાળી જ્ગ્યા પર સિવિલ હોસ્પિટલના બહાર ટર્નિગ પાસે એક વ્યક્તિની અટક કરતા અને તેની તપાસ કરતા પેન્ટના કમરના પાછળના ભાગે ખોસેલ એક દેસી પિસ્ટલ મળી આવેલ હતી. વ્યક્તિનુ નામ અરવિંદ ચોથાભાઈ નાયક રહે. લખણા ગોજીયા તા. ધાનપુર જી. દાહોદ હોવાનું જણાયું હતુ. આ પિસ્ટલ તેણે ચીમનભાઇ ઉર્ફે ધુળસિંહ માનસિહ ડાવર રહે.ગામ આમખુટ ડુંગર ફળીયુ તા ભાભરા જી. જાબુઆ મધ્યપ્રદેશ પાસેથી રાખેલી હોવાનુ જણાવ્યુ હતુ પોલીસે દસ હજારની કિમતની પિસ્ટલ સહિત વ્યક્તિની અટક કરી ગુનો દાખલ કરી તપાસ આંરભ કરેલ છે.


Share

Related posts

ઝઘડિયા તાલુકાના ઉમધરા ગામે પતિએ પત્ની સાથે નહીં રહેતી હોવાથી માર માર્યો.

ProudOfGujarat

ઝઘડીયા જી.આઇ.ડી.સી. માં થયેલ રૂ. 22 લાખની મતાની ચોરીનો ભેદ ઉકેલાયો.

ProudOfGujarat

માંગરોળ : ઉભારીયા ગામે રાત્રી રોકાણ કરતી એસ.ટી બસ ખખડધજ હાલતમાં હોવાથી મુસાફરો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!