સૌજન્ય-વડોદરાઃ વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારના ગરબા ગ્રાઉન્ડ પર બીજા નોરતે તો ખેલૈયાઓ ગરબે ઘૂમવાના અસલ મૂ઼ડમાં આવી ગયા હતા. અને બરોડિયન ગર્લ્સે ગ્રાઉન્ડ પર ગરબાની ધૂમ મચાવી દીધી હતી. ત્રણ તાળી, દોઢિયા કે રેલગાડી ઉપરાંત પોતાને ગમે તેવા અંદાજમાં પણ મોકળા મને ગરબે ઘૂમવાનો લહાવો પણ કેટલાક ખેલૈયાઓ લીધો હતો.
યુવાઇટેડ વે અને વડોદરા નવરાત્રી ફેસ્ટીવલમાં યુવાધન હિલોળે ચડ્યું
નવરાત્રીની બીજી રાતે યુવાઇટેડ વે અને વડોદરા નવરાત્રી ફેસ્ટીવલમાં ખેલૈયાઓ મનભરીને ગરબે ઘૂમ્યા હતા. બીજા નોરતે ખેલૈયાઓની ગરબાની હીંચ કે સ્ટેપ્સમા તો વેરિએશન જોવા મળ્યું હતું. પણ તેમણે પહેરેલા પરંપરાગત વસ્ત્રો કેડિયા-ધોતિયાં કે ચણિયાચોળીની પ્રિન્ટ્સ અને ડિઝાઇનમાં પરંપરામાં આધુનિકતા રેડાયેલી જોવા મળી હતી. આ વસ્ત્રોમાં એટલી બધી વરાઇટિઝ જોવા મળતી હતી કે ગરબાપર્વની સાથે વસ્ત્રોનો પણ રંગોત્સવ પણ જામ્યો હતો.