ગોધરા રાજુ સોલંકી
પોલીસપાસેથી મળતી વિગતો અનુસાર પાસેથી મળતી વિગતો અનુસાર શહેરાના અણિયાદ ચોકડી વિસ્તારમા રહેતા તમિલનાડુના એક વેપારીના ત્યા નોકરી કરતા રામકુમાર તેમજ કાલીમુથુ આ બંને યુવાનો બાઈક લઈને મોરવા હડફ તાલુકામાથી ઉઘારીના નાણા રીકવરી કરીને ગત સાંજે પાછા ફરતા હતા.તે વખતે શહેરા તાલુકાના ભેસાલ ગામે રોડ ઉપર તેમને ચાર જેટલા લુટારુઓ આંતર્યા હતા. ઉતરીને તે પૈકી એક લુંટારુએ આયુવાનો પર ચપ્પુની અણીએ ધમકાવી ખિસ્સામા રહેલા રીકવરીના રુ 3000 જેટલી રોકડ રકમ લુંટી લીધી હતી.ફરાર થઈ ગયા હતા.તે જ વખતે એક સ્કોર્પિયો ગાડી ચાલક પસાર થતા આ બંને યુવાનોને મદદ માગતા અને પોલીસ પણ ત્યા પસાર થતી હોવાથી બનાવની જાણ થતા લુટારુઓનો પીછો કર્યો હતો.લુટારુઓએ બાઇક ખેતરમા ભગાવ્યુ પણ સફળ ન થતા આખરે લુટારાઓ બાઈક મુકીને ભાગ્યા હતા અને પોલીસની મદદથી એક લુટારુ પકડાઈ ગયો હતોઅન્ય ત્રણ ભાગી જવામા સફળ રહ્યા હતા.પોલીસે પકડાયેલા લુટારુની પુછપરછ કરતા તેને તેનુ નામ મહેશભાઈ શાનતભાઈ બારીયા રહે એરંડી તા ગોધરા હોવાનુ જણાવ્યુ હતુ.ભાગી ગયેલાઓમાં વિજયભાઈ બારીયા રહે રામપુર તા મોરવા હડફ ,સતીષભાઈ રહે કડાદરા અને એક કોહલી નામનો યુવાન હોવાનુ બહાર આવ્યુ છે.હાલતો પોલીસે તમામ સામે ગુનો નોધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.