Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ જિલ્લાની આંગણવાડીઓ માટેના”એજ્યુકેશનલ ટોયઝ” નો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

Share

–    રુપીયા ૨૦ લાખના ખર્ચે  “એજ્યુકેશનલ ટોયઝ” જિલ્લાના કુલ ૧૨ ઘટકોના ૧૦૦ જેટલા આંગણવાડી કેન્દ્ર માટે કીટ તૈયાર કરાઇ

Advertisement

ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાની આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ કરતા બાળકોનો શારીરિક, માનસિક, બૌધ્ધિક અને સામાજિક વિકાસ થાય એ માટે રુપીયા ૨૦ લાખના ખર્ચે  “એજ્યુકેશનલ ટોયઝ”(શૈક્ષણિક રમકડાં) જિલ્લાના કુલ ૧૨ ઘટકોના ૧૦૦ જેટલા આંગણવાડી કેન્દ્રમાં ૧ કીટ અંદાજીત ૨૦૦૦૦ રુપીયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે. જેનુ “બાળાર્પણ” કરવાના અનુસંધાને અમદાવાદ જિલ્લાના કાવિઠા-રજોડા અને સાલજડા ગામે બાળ વિકાસલક્ષી કાર્યક્રમનુ ઉદ્ઘાટન અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા  કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પ્રોગ્રામ ઓફીસર એન.એલ.રાઠોડ, બાવળા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ચેતનસિંહ ગોહીલ, સીડીપીઓ જયશ્રીબેન સહિત મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ગાંધીધામમાં પત્રકારો પર લાઠી ચાર્જ કરનારા પોલીસ અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા વિરમગામ પત્રકાર સંઘની માંગણી

ProudOfGujarat

ઝઘડિયાના વેલુ ગામના શેરડીના ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ ફલશ્રુતિ નગરમાં આવેલ રાયલી પ્રેસ કંપાઉન્ડમાં વસવાટ કરતા ભાડુઆત અને જમીન માલિક વચ્ચે વિવાદ, જાતિ વિષયક શબ્દોનો મારો થતા સામ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!