Proud of Gujarat
GujaratFeaturedINDIA

પશ્ચિમ વિભાગીય આંતર યુનિવર્સિટી યુવક મહોત્સવમાં વિરમગામનો યુવક ભાગ લેશે

Share

–    ગોપાલ દુધરેજીયાની લાઇટ વોકલ ઇન્ડીયાન ઇવેન્ટમાં પસંદગી કરવામાં આવી
–    વિરમગામ પંથકના ગોપાલ દુધરેજીયા આંતર રાષ્ટ્રીય કલાકાર તરીકે ખ્તાતી ધરાવે છે

Advertisement

ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

પશ્ચિમ વિભાગીય આંતર યુનિવર્સિટી યુવક મહોત્સવનું તારીખઃ-૧૯/૧૨/૧૮ થી ૨૩/૧૨/૧૮ દરમ્યાન સાવિત્રીબાઇ ફુલે પૂણે યુનિવર્સિટી ખાતે યોજાનાર છે. પશ્ચિમ વિભાગીય આંતર યુનિવર્સિટી યુવક મહોત્સવની ટીમ પસંદગી સમીતીએ ગુજરાત યુનિવર્સિટીની ટીમની સંખ્યા મર્યાદાને ધ્યાનમાં લઇ ગુજરાત યુનિવર્સિટી આંતર વિભાગીય યુવક મહોત્સવ ૨૦૧૮માં વિરમગામની ડીસીએમ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગોપાલ દુધરેજીયાની લાઇટ વોકલ ઇન્ડીયાન ઇવેન્ટમાં પસંદગી કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વિરમગામ તાલુકાના ખુડદ ગામના વતની ગોપાલ દુધરેજીયા (સાધુ) વિરમગામની ડીસીએમ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે છે. વિરમગામ પંથકમાં ગોવિંદ ગોપાલની જોડી સંતવાણી સહિતના કાર્યક્રમો માટે જાણીતી છે. ગોપાલ દુધરેજીયા પોતાના મધુરસ અવાજથી અને ગોવિંદ દુઘરેજીયા તબલાના તાલથી લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.


Share

Related posts

અંકલેશ્વરની હોટલમાં એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

વાંકલ : શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલીયારા વિદ્યાલયમાં શિક્ષણ મંત્રી પાનસેરિયાનો અભિવાદન સત્કાર સમારંભ યોજાયો.

ProudOfGujarat

ગેરકાયદેસર ઊંચા વ્યાજ દરે નાણા ધિરાણ કરતા સરકારી કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કરતી એસ. ઓ. જી ભરૂચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!