પંચમહાલ, રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લામાં દારૂની હેરાફેરી કરનારા તત્વો નવરાત્રીમાં સક્રિય બન્યા હોવાની બાતમી મળી છે, ત્યારે મોરવા હડફ પોલીસ દ્વારા તાલુકામાંથી પસાર થતા ખાબડા રોડ પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે પોલીસે છટકું ગોઠવ્યું હતું. બાતમીના આધારે એક નંબર પ્લેટ વગરની બોલેરો કારમાંથી અંદાજે 2 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમની ધરપકડ કરવામાં આવી હતી
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં દારૂની હેરાફેરી કરનારા તત્વો ફરી સક્રિય બન્યા હોય એવી પોલીસ સબ ઇસ્પેક્ટર જે.એન.પરમારને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે જણાવેલ જગ્યા પર પોલીસ કાફલાએ આ દારૂની એક બોલેરો કારને અટકાવવામાં આવી હતી. તેમાં અધધ રીતે ભરેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડીના ચાલક સંજય પટેલ તેમજ અન્ય એક ઇસમ રાજેશ ફતેસિંહ પટેલની ધરપકડ કરી હતી.
પોલીસ દ્વારા 2,61,600 લાખનો દારૂ તેમજ અન્ય બોલેરો ગાડી, મોબાઇલ સહિત કુલ મળીને 5,13,100 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ આ દારુનો જથ્થો ક્યાથી લાવ્યા અને કોને પહોંચાડવાના હતા. તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પંચમહાલ પોલીસ દ્વારા દારૂની હેરાફરી કરનારાઓને પકડી પાડવાની સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે.