Proud of Gujarat
GujaratFeaturedINDIA

આણંદ દેશનું પ્રથમ મહિલા સંચાલિત CNG ગેસ સ્ટેશન

Share

 

ભારતમાં હાઇવે પરના સૌ પ્રથમ મહિલાઓથી સંચાલિત સીએનજી ઓનલાઇન ગેસ સ્ટેશનનો મોગર ખાતે પ્રારંભ થયો છે. ચરોતર ગેસના ચોથા સીએનજી ગેસ સ્ટેશનમાં 21 મહિલાઓ વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવશે પ્રથમ શીફટ સાંજે પાંચ વાગે પૂરી થયા બાદ રાત્રે પુરુષો ફરજ બજાવાના છે.

Advertisement

આણંદ પાસેના મોગર ખાતે નેશનલ હાઇવે પર નવા સીએનજી ગેસ સ્ટેશન શરૂ થવાને કારણે પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો છે. જ્યારે બીજા તબક્કામાં ફુડ કોર્ટ શરૂ કરવામાં આવશે. ઓટોમેટીક કાર વોશ સ્ટેશન પણ મહિલાઓ ચલાવાની છે. 24 કલાક અને સાત દિવસ સુધી સતત ચાલુ રહેનારા ગેસ સ્ટેશન પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. જેથી અહી કામગીરી કરનારી મહિલાઓની સુરક્ષા અંગેની કોઇ ચિંતા રહેશે. ગેસ ફિલીર, એકાઉન્ટન્ટ, કેશિયર, હાઉસકીપીંગ, સિક્યુરીટી સહિત વિવિધ જગ્યાઓ પર 21 મહિલાઓ ફરજ બજાવશે. આ સંદર્ભે મોગર ગેસ સ્ટેશનના ઇન્ચાર્જ કેતુબેન અમીને જણાવ્યું હતું કે, સ્ત્રી સશક્તિકરણ માટે સરકાર વિવિધ પગલાં લઇ રહી છે. પરંતુ અહી અમે તમામ મહિલાઓ ટીમવર્કથી કામ કરવાની છે. અત્યાર સુધી જનતા ચોકડી શહેરની વચ્ચે મહિલાઓ કામ કરતી હતી. પરંતુ હાઇવે પરનો સૌ પ્રથમવારનો પ્રયોગ છે…સૌજન્ય


Share

Related posts

રાજપીપલામાં “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

જનની સાથેની આત્મિયતાને જાળવવા અથવા એક વૃક્ષ વાવી તેનું જતન કરવા અનુરોધ કરતા વન મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

ProudOfGujarat

ભરૂચ : પીઠોર ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી વાલિયા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!