વલસાડ તાલુકાના માલવણ ગામે આવેલ પાણી પુરવઠા વિભાગનું દેસાઈ તળાવ મારફતે કાંઠા વિસ્તારનાં સાત ગામડાઓમાં પાણી પહોચાડવામાં આવે છે.પરંતુ ઉનાળા પહેલાં જ માલવણ દેસાઈ તળાવ સુકાઈ જતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી નહીં છોડાતાં લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે.તેમજ વપરાશ અને પિવા માટે વેચાતું પાણી લેવા માટે મજબૂર બન્યાં છે.
માલવણ દેસાઈ તળાવ માંથી પાઈપલાઈન મારફતે દાંતી, કકવાડી, કેવડીયા, માલવણ સહિતનાં સાત ગામડાઓમાં પાણી પહોચાડવામાં આવે છે. પરંતુ પાછલા સાત દિવસથી પાણી નહીં મળતાં પ્રજામાં વહીવટી તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. તથા દરિયા કિનારા પર આવેલ દાંતી ગામમાં એક પણ મીઠા પાણીનો કૂવો નહિં હોવાથી ત્યાના લોકો માટે એક માત્ર ઉપાય વેચાતું પાણીનો જ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા કાંઠાવિસ્તારમાં ટેન્કર મારફતે પાણી પહોચાડવામાં આવે એવી માંગ ઉઠી રહી છે. ..સૌજન્ય DB