સુરતઃ પીએનબી બેન્કમાંથી રૂપિયા 1100 કરોડની લોનનું ફુલેકુ ફેરવનારા નીરવ મોદી સામે સુરત કોર્ટે સીઆરપીસી-82 મુજબની કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે નીરવ મોદીને ભાગેડુ જાહેર કરાયો છે હવે આ અંગેની જાહેર નોટિસ તેના ફોટા સાથે ચોંટાડવામાં આવશે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં થયેલી ગેરરીતિ મામલે કસ્ટમ વિભાગે કોર્ટ ફરિયાદ કરી હતી.
નીરવ મોદીનો ડાયમંડના ઓવર વેલ્યુએશનનો ખેલ ઉઘાડો પડયો
નોંધનીય છે કે આ સ્કેન્ડલ પ્રસિધ્ધ થયુ હતું અને તેના બીજા જ દિવસે કોર્ટ ફરિયાદ થઈ હતી. કોર્ટે નીરવ મોદીને 15ની નવેમ્બર સુધી હાજર થવાનું ફરમાન જારી કર્યું છે, નહીં તો નીરવની શહેરમા આવેલી મિલકતો સિઝ કરાશે. આ અગાઉ કોર્ટે સીઆરપીસી-70 મુજબનું વોરન્ટ ઇશ્યુ કરીને નીરવ મોદીને ભાગેડુ જાહેર કરવાની પ્રોસિઝર શરૂ કરાઈ હતી. સમગ્ર કેસની મુજબ મુજબ નીરવ મોદીની સેઝમાં આવેલી ફાયર સ્ટાર ડાયમંડ, ફાયર સ્ટાર ઇન્ટરનેશનલ અને રાધાશ્રી જવેલર્સ પ્રા.લિ.માં મુંબઇ અને સુરત ડીઆરઆઇ (ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં નીરવ મોદીનો ડાયમંડના ઓવર વેલ્યુએશનનો ખેલ ઉઘાડો પડયો હતો.
હલકી કક્ષાના ડાયમંડ એક્સપોર્ટ કરી ઉચ્ચ ક્વોલિટીના ડાયમંડ લોકલ માર્કેટમાં વેચી દેવાયા
રૂપિયા 4.39 કરોડની વેલ્યુના ડાયમંડ રૂપિયા 9.34 કોડ બતાવવામાં આવ્યા હતા અને તેનુ એક્સપોર્ટ કરી દેવાયુ હતુ. જેમાં નીરવ મોદીની કંપનીએ રૂપિયા 4.39 કરોડની વેલ્યુના ડાયમંડ રૂપિયા 9.34 કરોડના ડાયમંડ બતાવી એક્સપોર્ટ કર્યા હતા અને તેમાં પણ હલકી કક્ષાના ડાયમંડ એક્સપોર્ટ કરી ઉચ્ચ ક્વોલિટીના ડાયમંડ લોકલ માર્કેટમાં વેચી દેવાયા હતા.
આ કેસમાં કસ્ટમે જેના કોર્ટે ફરિયાદ કરી હતી જેમાં કોર્ટે સીઆરપીસી-70 મુજબનું વોરન્ટ કાઢયુ હતુ. વોરન્ટ ઇશ્યુ થયાના 30 દિવસમાં આરોપી હાજર નહીં રહેતા બુધવારે કસ્ટમ વિભાગે અરજી કરી હતી. જેમાં કસ્ટમે જણાવ્યુ હતુ કે આરોપી વિદેશ ભાગી ગયો છે. તેને ભાગેડુ જાહેર કરવા કરવાનું જાહેરનામુ બહાર પાડવુ ન્યાય હિતમાં છે. આ અરજી આજે કોર્ટે મંજૂર કરી લીધી હતી…સૌજન્ય