સુરતઃ સુરતના એક બાળકે જન્મ લીધાના દિવસે જ પાસપોર્ટ પ્રાપ્ત કરી લીધો હતો. બુધવારે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો હતો જેનું નામ ઋગ્વેદ આપી તાત્કાલિક મહાનગર પાલિકાના જન્મનોંધણી વિભાગમાંથી જન્મનો દાખલો મેળવવામાં આવ્યો હતો અને બાળકના પિતા પુરાવાઓ સાથે પાસપોર્ટ ઓફિસ પહોંચ્યા હતા અને તમામ પ્રક્રિયા પૂરી કરી પોતાના બાળકનો પાસપોર્ટ હાથોહાથ મેળવી લીધો હતો.
બાળકના પિતાએ કહ્યું – લીમકા બુક ઓફ રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ રેકોર્ડ માટે તેઓની ટીમનો સંપર્ક કરવાના પ્રયાસો શરુ કર્યા છે
ઋગ્વેદના પિતા મનીષ કાપડિયાએ જણાવ્યું હતું કે અમે આ બાબતે લીમકા બુક ઓફ રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ રેકોર્ડનો સંપર્ક કરવાના પ્રયાસો શરુ કર્યા છે. અમારા ખ્યાલથી 1 દિવસની ઉંમરમાં પાસપોર્ટ મેળવી લેવાનો આ દેશનો પહેલો કિસ્સો છે. પ્રાપ્ત માહિતી મુજબ મનીષ કાપડિયા નામના વ્યક્તિના ઘરે બુધવારે પારણું બંધાયું હતું અને પુત્રનો જન્મ થયો હતો પિતાએ પોતાના પુત્રનો પાસપોર્ટ એ જ દિવસે બનાવી દેવા માટેની પૂર્વ તૈયારી કરી લીધી હોવાથી પુત્રનું ઋગ્વેદ નામકરણ કરી મનપામાંથી જન્મનો દાખલો કઢાવ્યો હતો.અને પાસપોર્ટ ઓફિસ પહોંચ્યા હતા અને પ્રક્રિયાઓ પુરી કરી પાસપોર્ટ મેળવી લીધો હતો. 1 દિવસના બાળકનો પાસપોર્ટ બન્યો હોય એવો ગુજરાતનો આ સંભવત પહેલો કિસ્સો છે…સૌજન્ય D.B