ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ડીજીટલ એકસ રેની સુવિધાનો પ્રારંભ થતાં ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓને ખાનગી દવાખાનાઓમાં એકસ રે પડાવવાના ખર્ચમાંથી મુકિત મળશે. સિવિલમાં એકસ રેની સુવિધા ન હોવાથી દર્દીઓને અત્યાર સુધી અન્ય સ્થળોએ રીફર કરવામાં આવતાં હતાં.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી ડિજિટલ એક્સ રે મશીન ન હોવાને કારણે દર્દીઓને એક્સ રે પડાવવા બહાર જવું પડતું હતું.સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવતા હોય બહાર ડિજિટલ એક્સ-રે પડાવવાના વધારે રૂપિયા આપવા પડતા હતાં.
હવે દર્દીઓને એક્સ-રે માટે બહાર જવાની જરુર નથી નવી ટેક્નોલોજી ધરવાતું મશીનનો કાર્યરત કરાયું છે.
નવા મશીનની સુવિધા ઉભી થતાં દર્દીઓને રાહત સાંપડી છે. આ પ્રસંગે ધારાસભ્યો દુષ્યંત પટેલ અને અરૂણસિંહ રણા,જિલ્લા આરોગ્ય અધિકારી વી.એસ.ત્રિપાઠી, ફીલાટેકસ કંપનીના વેદાંશ માધવ ભાગેરીયા, સોમપ્રકાશ દવે, રવિન્દ્ર વર્મા, બ્રિજેશ પટેલ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં…સૌજન્ય