નવરાત્રિ મહોત્સવની શરૂઆત થનાર છે તા. ૯/૧૦/૧૮ ના મંગળવારના રોજ સમગ્ર ભરૂચ જીલ્લામાં વાદળ છાયુ વાતાવરણ છાવાઈ ગયુ છે. કાળઝાળ ગરમી બાદ વાદળા છવાતા નવરાત્રિ મહોત્સવના ખેલૈયાઓના જીવ તાળવે ચોટી ગયા છે. નવરાત્રિ મહોત્સવ દરમ્યાન વરસાદ વરસસે કે કેમ તેની લોકચર્ચા સમગ્ર ભરૂચ જીલ્લામાં ચાલી રહી છે. નવરાત્રિ મહોત્સવ ના આયજકોએ મહા મેહનતે ગરબે ઘુમવા યોગ્ય મેદાન તૈયાર કરેલ છે ત્યારે વરસાદ વરસતાજ નવરાત્રિના ખેલૈયાઓ નિરાશ થઈ જાય તે સ્વભાવિક બાબત છે. હવામાન ખાતાના સુત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ જણાય રહ્યું છે. તેથી નવરાત્રિ મહોત્સવના દિવસો દરમ્યાન વરસાદ વરસે તેવી સંભાવના નકારી સકાતી નથી.
Advertisement