Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા પોલીસ કમિશનરની પહેલ, નવરાત્રીમાં રાત્રે ઘરે જવા વાહન નહીં હોય તો પોલીસ મૂકવા આવશે

Share

 

સૌજન્ય-D.B/વડોદરા: આગામી 10મી સપ્ટેમ્બરથી શરૂ થનાર નવરાત્રી દરમિયાન શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાની સાથે સાથે શહેરજનોની સલામતીનું પૂરેપૂરું ધ્યાન રખાશે. રાત્રીના સમયે ઘરે જવા માટે વાહનની વ્યવસ્થા નહીં હોય તો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી મદદ મેળવી શકાશે. શહેર પોલીસ દ્વારા રાત્રીના સમયે જરૂરિયાતમંદ શહેરીજનોને ઘર સુધી છોડવાની તૈયારી દાખવી છે. ત્યારે ગરબા ગ્રાઉન્ડની આસપાસની અંધરપટ જગ્યામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ એલઇડી લાઇટો પોલીસ દ્વારા લગાડવામાં આવશે.
શહેર પોલીસ કમિશનર અનુપમસિંગ ગહલૈાતે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતના સૌથી મોટા નવરાત્રીના તહેવાર સમયે ખેલૈયાઓ અને શહેરીજનો માટે શહેર પોલીસ દ્વારા ખાસ પોલીસ બંદોબસ્ત અને તકેદારી રાખવામાં આવી રહી છે. ગરબા ગ્રાઉન્ડ અને તેની આસપાસનાં સ્થળો પર થતા ટ્રાફિક જામની સમસ્યાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરમાં કુલ 568 સ્થળે ગરબા યોજાઇ રહ્યા છે. જેમાં 63 મોટા, 66 મધ્યમ અને 400 ઉપરાંત શેરી, પોળ અને નાના ગરબાનું આયોજન કરાયું છે. જેથી રાત્રીના સમયે ગરબા ગ્રાઉન્ડ તેમજ શહેરના જુદાં જુદાં સ્થળે મલ્ટિ ડ્રગ સ્ક્રીનિંગ અને બ્રેથ એનેલાઇઝરથી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવશે.

Advertisement

એકલી જતી યુવતીઓ મહિલાઓની છેડતીના બનાવ ન બને તે માટે પોલીસની 6 જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. જેમાં સ્થાનિક પોલીસની સાથે એસ.ઓ.જી, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબીની ટીમો પણ હાજર રહેશે. જેથી રસ્તા પરથી પસાર થતાં વાહનો ચાલકો અને ખેલૈયાઓને સલામતીપૂર્વક ઘરે પહોંચી શકે તે માટે શહેર પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ગરબા પૂરા થયા બાદ પણ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવશે.

નવરાત્રીમાં રસ્તા પર ટ્રાફિક સમસ્યા હળવી નહીં થાય ત્યાં સુધી પોલીસ ખડેપગે રહેશે

નવરાત્રી દરમિયાન રસ્તા પર થતી ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ માટે શહેર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા જુદા જુદા ટ્રાફિક પોઇન્ટ પર તૈનાત રહેશે. તેમજ રોડ પર વાહનોનું પાર્કિંગ ન થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવશે.
ગ્રાઉન્ડ પર મહિલાઓના ચેકિંગ માટે એનક્લોઝરની વ્યવસ્થા ફરજિયાત
ગરબાના સ્થળે પ્રવેશ દ્વાર ઉપર ડોર ફ્રેમ મેટલ ડિટેકટર, હેન્ડ હેલ્ડ મેટલ ડિટેકટર તથા પૂરતા સિક્યુરિટી સ્ટાફ પુરુષ તેમજ મહિલાઓ રાખવાની રહેશે. તેમજ દરેક ગ્રાઉન્ડ પર મહિલાઓના ચેકિંગ માટે એનક્લોઝરની વ્યવસ્થા કરવી ફરજિયાત છે.


Share

Related posts

પાદરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારીઓનો કથિત ભ્રષ્ટાચાર કચેરી સુધી પહોંચ્યો

ProudOfGujarat

નવસારીનાં ગણદેવીમાં સતત વરસાદ પડતા મકાન ધરાશાયી થતાં 7 લોકોનો આબાદ બચાવ

ProudOfGujarat

વિરમગામ તાલુકામાં વાહકજન્ય અનેપાણીજન્ય રોગચાળો અટકાવવા માટે કામગીરી હાથ ધરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!