સુરતઃ સ્વ.રિઝવાન ઉસ્માનીની જન્મ જયંતી પર પાંડેસરાના વડોદ ખાતે સર્વધર્મ સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં દેશભરમાંથી કોંગ્રેસના શીર્ષસ્થ નેતૃત્વએ સુરત ખાતે હાજરી આપી હતી. જેમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસના ટ્રેઝરર અહેમદ પટેલે જણાવ્યું કે, આ સરકારે દેશને રસ્તા પર લાવી દીધો છે. સત્તામાં રહેવા માટે ભાજપ મહાત્મા ગાંધીનું નામ લે છે પરંતુ તેમના મનમાં પાપ છે. દેશમાં બેરોજગારી વધી છે, આતંકવાદ પર કોઈ અંકુશ નથી. ભાજપ ખેડૂતો અને દેશના યુવાનો વિશે ચિંતા નથી કરતો. સુરતમાં ટ્રેનની માંગ સાથે ઉત્તર ભારતીયોએ આંદોલન કર્યું તો તેમની સાથે મારપીટ કરવામાં આવી. ઉત્તર-પૂર્વ ભારતિયો ની ટ્રેન સમસ્યાને ઉકેલવા માટે અમે પ્રયાસ કરીશું.
ભારતની વર્તમાન સરકાર પ્રમાણિક નથીઃ રાજ બબ્બર
ફિલ્મ અભિનેતા અને યુપીના સાંસદ રાજ બબ્બરે ભાજપ પર સરસંધાન કરતાં કહ્યું હતું કે, સુરતમાં 6 લાખ લૂમ્સ હતા, જેમાં મોદી સરકારની ખોટી નીતિઓના કારણે બે લાખ લૂમ્સ બંધ થઈ ગયાં અને મજુરો બેરોજગાર થઈ ગયાં. હું એ નહીં કહીશ કે કોઈ અપ્રમાણિક છે, પરંતુ હું ચોક્કસપણે કહું છું કે, ભારતની વર્તમાન સરકાર પ્રમાણિક નથી. રાફેલ કૌભાંડ કરી ને જનતાના ખિસ્સામાંથી42,000 કરોડ રૂપિયા કાઢી લઈ ઉદ્યોગપતિ મિત્રના ખિસ્સા મૂકી દીધા, આજે બે વિચારની વચ્ચે લડત છે, એક છે રામ કહેનારી અને એક છે રામ કહેનાર ને ગોળી મારનારી, ગોડસેના અનુયાયીઓને સત્તામાંથી ભાગવું પડશે…સૌજન્ય